ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં લોકડાઉન દરમિયાન 65 લોકોએ સાબરમતી નદીમાં લગાવી મોતની છલાંગ - suicide

અમદાવાદ લોકડાઉન દરમિયાન આત્મહત્યાના પણ અનેક કિસ્સા સામે આવ્યા છે. અગમ્ય કારણોસર લોકો અલગ અલગ રીતે આત્મહત્યા કરે છે, જેમાં સાબરમતી નદીમાં પણ ઝંપલાવી અનેક લોકોને મોતની છલાંગ લગાવી હતી. જેમાંથી કેટલાકના જીવ પણ બચાવી લેવાયા હતા.

sue side special story
sue side special story

By

Published : Aug 8, 2020, 10:30 PM IST

અમદાવાદ: સાબરમતી નદીમાં સરેરાશ રોજ એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. લોકડાઉનમાં લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ હોવાથી આંકડો ઘટ્યો છે, પરંતુ અનેક લોકોએ મોતની છલાંગ તો લગાવી જ છે. કેટલાક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા તો કેટલાકને ફાયર વિભાગની રેસ્ક્યૂ ટીમ દ્વારા તેમના જીવ બચાવી લેવામાં આવ્યા હતા.

ફાયર વિભાગના રીવર રેસ્કયૂ ટીમના ભરત માંગેલાના જણાવ્યા અનુસાર લોકડાઉન દરમિયાન પણ તેમની સાબરમતી નદીમાં રેસ્ક્યૂ ટીમની ફરજ ચાલુ જ હતી. જે દરમિયાન નદીમાં કોઈએ છલાંગ લગાવી હોય કે કોઈનો મૃતદેહ મળી આવ્યો હોય તેવા અનેક કોલ મળ્યા હતા.

લોકડાઉનમાં 65 લોકોએ સાબરમતી નદીમાં લગાવી હતી મોતની છલાંગ...

કોલ મળતા જ તેઓ સ્થળે પર પહોંચી જતા હતા. જે બાદ ભરતભાઈ નદીમાં પડેલા લોકોને બહાર નીકળતા હતા. કુલ 63 લોકોએ જીવ ગુમાવવા માટે મોતની છલાંગ લગાવી હતી. જેમાંથી 10 પુરુષ અને 5 સ્ત્રીના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 48 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.

આત્મહત્યા કરવાના પ્રયાસ કરવામાં જીવિત રહેલા લોકોને પોલીસ સ્ટેશન સોંપી તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવતું હતું. જ્યારે મૃતદેહને તેમના પરિવાર સોંપી દેવામાં આવતો હતો. આત્માહત્યાના કારણ સામે આવતા જેમાં આર્થિક સંકડામણ, પ્રેમ પ્રકરણ, નશાની આદત, બીમારી જેવા અનેક કારણોથી આત્મહત્યા કરતા હતા. આ તમામ લોકોના પરિવારને બોલાવી તેમને પરિવારને સોંપી દેવામાં આવતા હતા અને ફરીથી આ પગલું ન ભરવા માટે સમજાવવામાં આવતા હતા.

ઘણા કિસ્સા એવા પણ જોવા મળ્યા છે કે, લોકો સિક્યુરીટી અને ફાયરની ટીમ ન હોય તેવી જગ્યાએ જઈને છલાંગ લગાવી હતી. જેથી બચાવ ન થઇ શકે. રાતનો સમયે પણ વધારે છલાંગ લગાવવાના કિસ્સા બન્યા છે. જેમનો મૃતદેહ સવારે મળે છે.

હાલ તમામ પુલ પર જાળી લગાવી હોવાથી ઉપરથી કોઈ કુંદતું નથી, પરંતુ વોક વે પરથી લોકો છલાંગ લગાવે છે. લોકડાઉનના સમયમાં સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરવાના કિસ્સા સામાન્ય દિવસો કરતા ઓછા જોવા મળ્યા છે. કારણ કે, લોકો ઘરની બહાર નીકળતા ન હતા, પરંતુ હવે અનલોક શરૂ થતા ફરીથી આત્મહત્યાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે.

ફાયરની ટીમ 24×7 તૈયાર જ રહે છે, જ્યારે પણ મેસેજ મળે તરત પોતાની ફરજ પર સાબરમતી નદીમાં રેસ્ક્યૂ માટે જતા રહે છે. દિવસે તો બોટ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે, પરંતુ રાત્રે પણ મેસેજ મળે તો કામગીરી શરૂ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details