અમદાવાદ : નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના અહેવાલ પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં દેવાના (Suicide case in Gujarat) બોજને લીધે 512 લોકોએ આત્મહત્યા કરી છે. આમ દેવા અને વ્યાજના બોજા હેઠળ પાંચ વર્ષમાં આત્મહત્યા કરનારામાં 90 ટકાનો વધારો થયો છે. આથી ગુજરાત સરકાર સફાળી જાગી છે અને વ્યાજખોરો સાથે આક્રમક પગલા ભરવા નિર્ણય લીધો છે. (suicide news)
2017થી આત્મહત્યાના બનાવની સંખ્યાગુજરાતમાં દેવું અને વ્યાજના બોજાને કારણે 2017માં 74 પુરુષો અને 8 મહિલાઓએ આત્મહત્યા કરી હતી. 2018માં 65 પુરુષો અને 2 મહિલાઓએ આત્મહત્યા કરી હતી. 2019ના વર્ષમાં વ્યાજ સહિત દેવું ચૂકવવામાં નિષ્ફળ જનાર 78 પુરુષો અને 3 મહિલાઓએ આત્મહત્યા કરી હતી. (total number of suicide cases in Gujarat)
2020થી આત્મહત્યા કરનારાની સંખ્યા બમણી થઈ2020માં આત્મહત્યા કરનારાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. 2020માં 117 પુરુષો અને 7 મહિલાઓએ દેવાના બોજા હેઠળ આત્મહત્યા કરી હોવાના આંકડા પ્રાપ્ત થયા છે. 2021માં 147 પુરુષો અને 11 મહિલાઓએ આત્મહત્યા કરી છે. 2017થી આત્મહત્યા કરવાના આંકમાં સતત વધારો થયો છે. 2022ના વર્ષના વીતેલા વર્ષમાં અને છેલ્લા ત્રણ મહિનામાં અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આથી ગુજરાત સરકારે તુરંત જ નિર્ણય લીધો છે અને ગેરકાયદે વ્યાજ વસુલતા લોકો સામે સરકાર કડક બની છે. (Suicide due to Debt in Gujarat)
વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા નિર્ધાર કર્યોગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Home minister Harsh Sanghvi)રવિવારે જ જણાવ્યું હતું કે, રાજયના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે રાજયવ્યાપી લોક દરબારનું આયોજન કરાયું છે. જેમાં રાજ્ય પોલીસ દળના ઉચ્ચ અધિકારીઓ નાગરિકોના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણ માટે સંનિષ્ઠ પ્રયાસો કરશે અને ગેરકાયદેસર વ્યાજ વસુલતા કસૂરવારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરશે. (gujarat Suicide case)