ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં છેલ્લા એક માસમાં 65 લોકોએ કર્યો આપઘાત - માનસિક ત્રાસ

અમદાવાદઃ રાજ્યમાં દિવસેને દિવસે ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત શહેરમાં આપઘાતના બનાવોમાં પણ વધારો થયો છે. માનસિક ત્રાસના કારણે લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે અને આપઘાતના રસ્તે વળ્યા છે, ત્યારે શહેરમાં માત્ર જૂલાઈ માસમાં જ 65થી વધુ લોકોએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં 15 વર્ષથી લઈ 80 વર્ષ સુધીના લોકોનો સમાવેશ થયો છે.

અમદાવાદમાં આપઘાતના કિસ્સાઓમાં વધારો

By

Published : Aug 2, 2019, 5:28 PM IST

લોકો શારિરિક, માનસિક અને આર્થિક ત્રાસ જેમ કે, બિમારી, નોકરી-ધંધો, દેવું, પ્રેમ સંબંધ, ભણતર, ડરથી અથવા અન્ય કોઇ કારણોસર આપઘાત કરતા હોય છે. પોલીસ વિભાગે પણ માનસિક રીતે કંટાળેલા લોકો માટે અભિયમની શરૂઆત કરી છે, તેમ છતાં લોકો કંટાળીને આપઘાત જેવું પગલું ભરી જ લે છે. હવે નાની વયના લોકોમાં આપઘાત સામાન્ય બન્યું હોય તેમ લાગી રહ્યું છે.

માત્ર અમદાવાદ શહેરની વાત કરીએ તો જૂલાઇ માસમાં આપઘાતના 65થી વધુ કિસ્સાઓ બન્યા છે. જેમાં 38 જેટલા પુરૂષ, 23 જેટલી મહિલાઓ અને 5 સગીર વયના લોકો છે. 15 વર્ષની ઉંમરના બાળકોથી લઇને 80 વર્ષના વૃદ્ધોએ આપઘાત કર્યો છે. 20થી 30 વર્ષની વયના યુવા વર્ગ પણ વધુ આપઘાત કરતા જોવા મળ્યા છે. ખાસ તો અમદાવાદનો પૂર્વ વિસ્તારના લોકો વધુ આપઘાત કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. નજીવી બાબતે પણ લોકો આપઘાત કરી રહ્યા છે.

એક સર્વે મુજબ ગળે ફાંસો લગાવીને આપઘાત કરવાના કિસ્સાઓ વધારે જોવા મળ્યા છે. તે ઉપરાંત ઝાડ પર લટકીને, નદીમાં ઝંપલાવીને, ઝેરી દવા પીને, એસીડ પીને અને બિલ્ડીંગ કે ધાબા પરથી ઝંપલાવીને લોકો આપઘાત કરતા હોય છે. સાબરમતી નદીમાં પાણી ના હોવાને કારણે લોકો હવે નદીમાં ઝંપલાવતા નથી, પરંતુ અગાઉ નદીમાં ઝંપલાવીને આપઘાત કરવાના કિસ્સાઓ વધુ જોવા મળ્યા છે.

ABOUT THE AUTHOR

...view details