આ કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી મુખ્ય સરકારી વકીલ મનીષા શાહે અરજદારના આક્ષેપોને નકાર્યા હતા. તેમણે કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ‘અરજદારના મોટાભાગના આક્ષેપો ખોટા છે અને સરકાર કાયદાનું સંપૂર્ણપણે અમલ કરાવે છે. રાજ્યની તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સફાઇ કામદારોને ભૂગર્ભમાં ઉતરીને ગટર સફાઇ પર પ્રતિબંધ છે.’ તેમણે કોર્ટને જણાવ્યું હતું કે,‘કોઇ પણ પાલિકામાં આવી કામગીરી કરાવવામાં આવતી નથી. તેના સરવેની માહિતી પણ મગાવવામાં આવી છે.
ગટરને હાથથી સાફ કરવા અટકાવવા પૂરતા પગલાં લીધા: સરકાર - ગટરને હાથથી સાફ કરવા અટકાવવા
અમદાવાદ: ગટરની સફાઇ હાથથી કરાવવાની પ્રથા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવાની માગ સાથેની જાહેરહિતની અરજી મુદ્દે બુધવારે હાઇકોર્ટના જસ્ટિસ એસ.આર.બ્રહ્મભટ્ટ અને જસ્ટિસ એ.પી. ટાકરની ખંડપીઠે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, જો સરકાર એવો દાવો કરે છે કે, રાજ્યમાં ગટરો સાફ કરવા માટે મશીનનો ઉપયોગ કરાય છે, તો પછી માણસોના મોટ કઈ રીતે થાય છે. ગટરમાં ઉતરીને સફાઈ કરવી નહીં તેવા નિર્દેશ કરતો બોર્ડ ક્યાંય જોવા મળતો નથી.
ગટરને હાથથી સાફ કરવા અટકાવવા પૂરતા પગલાં લીધા: સરકાર
જાહેરમાં શૌચ બંધ કરાવવામાં આવ્યું છે અને શૌચાલયો બાંધવામાં આવ્યાં છે. વિજિલન્સ અને મોનિટરિંગ કમિટીઓની નિમણૂક પણ કરી છે. જે એક-બે મુદ્દા બાકી છે એના પર પણ અમલ થઇ રહ્યો છે. મેન્યુઅલી ગટરની સફાઇની પ્રથા ઉપર પ્રતિબંધના કાયદાને ગેઝેટમાં નોટિફાઇડ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કાયદાની પુન:સ્થાપનની જોગવાઇનો અમલ પણ કરાય છે. અસરગ્રસ્તોના કુટુંબને રૂપિયા ૧.૫ કરોડ ફાળવવામાં પણ આવ્યાં છે.