અમદાવાદઃ દેશ અને દુનિયામાં કોરોના વાયરસની ભયંકર મહામારી ચાલી રહી છે ત્યારે લોકડાઉનનું પાલન સખ્તીથી કરાવવામાં આવી રહ્યું છે.તેમ જ માર્ચ મહિનાથી શાળાકોલેજો બંધ કરવામાં આવેલ છે. આગામી સમયમાં શાળાકોલેજો ક્યારે શરૂ થશે તે અનિશ્ચિતતા છે. બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કોવિડ 19 મહામારીમાં શાળાકોલેજો સૌથી પહેલાં બંધ કરવામાં આવી છે અને સૌથી છેલ્લે શરૂ થશે તે સ્વભાવિક છે.
ખાનગી શાળાઓના શિક્ષકોની વેદના: વાલીઓ ફી નહીં ભરે તો અમને પગાર કેવી રીતે મળશે
ખાનગી શાળાના શિક્ષકો જણાવી રહ્યાં છે કે તેમને કોઈ જ પ્રકારની મદદ સરકાર તરફથી મળતી નથી અને હાલની પરિસ્થિતિ મુજબ ૧થી ૨ મહિના કોઈપણ શાળા તેમના શિક્ષકો, ગ્રાઉન્ડ સ્ટાફ, વોચમેન, બસ ડ્રાઇવર અને કંડક્ટરને પગાર આપવા માટે સક્ષમ છે. પરંતુ તેના પછીનું શું? જો વાલીઓ ફી નહી ભરે તો અમારું પણ શું થશે. કેમ વાલીઓ સમજી નથી રહ્યાં કે આ મુશ્કેલી એમના એકલાંની નથી પરંતુ બધાંની જ છે અને શા માટે તેઓ આ ચેન તોડી રહ્યાં છે.
ખાનગી શાળાઓના શિક્ષકોની વેદના: વાલીઓ ફી નહીં ભરે તો અમને પગાર કેવી રીતે મળશે
શાળા કોલેજોમાં અભ્યાસ કરતા મધ્યમ અને નાના વર્ગના બાળકોના પરિવારને રાહત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં લેવાતી ફીને ઇન્સ્ટોલમેન્ટમાં ભરવાની રાહત આપી છે. તેમ છતાં વાલીઓ ફી ભરવા માટે આનાકાની કરી રહ્યાં છે ત્યારે શિક્ષકો માટે બાળકોને ભણાવવું અઘરું પડી રહ્યું છે.