અમદાવાદ: કોરોનાની પ્રથમ લહેરના (Corona first wave) અંતે વૈજ્ઞાનિકોના પ્રયાસના લીધે દેશમાં સ્વ-વિકસિત વેક્સિન (Co vaccine india) આવી ચૂકી હતી. એક વર્ષ પહેલા રાજ્યની હોસ્પિટલોમાં ફ્રન્ટલાઈન મેડિકલ કર્મીઓના રસીકરણની (Covid Vaccination In Gujarat) શરૂઆત થઈ હતી. આ રસીકરણ અભિયાનના મુહિમને પગલે આજે રાજ્યના મોટા ભાગના લોકોએ રસીના બન્ને ડોઝ (Gujarat Vaccination Status) લઈ લીધા છે.
રોજનું લાખો લોકોનું રસીકરણ
રાજ્યમાં દિનપ્રતિદિન એક લાખથી વધુ લોકોને વેક્સિન અપાઇ રહ્યી છે. દેશમાં ચાલી રહેલા વેકિસન અભિયાન (Vaccination campaign Gujarat) હેઠળ 60 વર્ષની ઉંમરના સિનિયર સિટિઝનમાંથી મોટા ભાગના લોકો વેકસીનેટ થઈ ચૂક્યા છે, ત્યારે હવે દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન થઈ ગયું છે. આ સંજોગોમાં વેક્સિનેશન અભિયાન હેઠળ 15 થી 18 વર્ષના ટીનેજર્સને વેક્સિન આપવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
મોટાભાગના લોકોએ વેક્સિન લઇ લીધી
કોરોના સામે લડવા માટે દેશમાં છોડાયેલા વેક્સિનના તીર હેઠળ અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 19, 68, 910 હેલ્થકેર ફ્રન્ટલાઈન કર્મીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે, જ્યારે 19,30,217 કર્મીઓને બીજો ડોઝ અપાયો છે. આ ઉપરાંત કુલ 5,16,861 લોકોને પ્રિકોશન ડોઝ અપાઈ ચૂક્યો છે.
રાજ્યમાં 45 વર્ષથી વધુ ઉંમરના 1,77,87,175 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ