ગાંધીનગરઃગુજરાતી ભાષાનો વ્યાપ વધે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા વારંવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે અને તમામ સરકારી કચેરીની બહાર ગુજરાતી ભાષામાં બોર્ડ મારવું જરૂરી હોવાનો ગુજરાતમાં નિયમ છે. ઉપરાંત ખાનગી કંપનીના મુખ્ય દરવાજે પણ ગુજરાતી ભાષામાં જેતે કંપનીનું નામ અને કંપનીની વિગતો હોવી જરૂરી હોય છે. ત્યારે ગુજરાતની જે એક એવી પરિસ્થિતિ સામે આવી છે કે, રાજ્યના શિક્ષણ વિભાગે ગુજરાત હાઈકોર્ટમાં પ્રત્યુત્તર આપતા કુલ 23 જેટલી શાળાઓ ગુજરાતી વિષય જ ભણાવતી ન હોવાનું કબૂલ્યું છે.
આ પણ વાંચોGujarat High Court શાળામાં ગુજરાતી ભાષા ન ભણાવવાનો વિવાદ, HCએ કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી
સરકારી શાળાઓની પરિસ્થિતિ ખરાબઃગુજરાતી વિધાનસભામાં ગત બજેટ સત્રમાં પણ શાળાઓની પરિસ્થિતિ બાબતનો રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં અનેક સરકારી શાળાઓમાં મેદાન નહીં કમ્પાઉન્ડ વોલ નહીં. ઉપરાંત 18,000થી વધુ સરકારી શાળાઓના ઓરડાઓ પણ ખરાબ અને જર્જરીત હોવાનું સામે આવ્યું હતું. આમ, ગુજરાતની સરકારી શાળાઓની પણ પરિસ્થિતિ ખરાબ છે ત્યારે કેબિનેટ બેઠકમાં લેવાયા નિર્ણય બાબતે પણ પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારી શાળાઓમાં ઓરડાની દૂર કરવા માટે 21000 ના વર્ગખંડો રીપેર અને 10,000 જેટલા નવા વર્ગખંડ બનાવવામાં આવશે.
ગુજરાત માટે સરકારનો એક નિર્ણયઃઆ ઉપરાંત કેબિનેટ બેઠકમાં પણ રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં રાજ્યના વિવિધ ટેક્નિકલ તબીબી અને અન્ય વ્યવસાયિક અભ્યાસ કરવા પણ માતૃભાષામાં અભ્યાસક્રમ તૈયાર કરવા માટેની પણ નિશાંત કમિટીઓની રચના પણ કરવામાં આવી છે. આમ, ગુજરાત સરકાર મેડિકલ, ટેક્નિકલ, એન્જિયરીંગ જેવા અભ્યાસક્રમો ગુજરાતીમાં તૈયાર કરવા કમિટી રચી છે. ત્યારે ગુજરાતમાં આવેલી અમૂક શાળાઓ ગુજરાતી ભાષા જ ભણાવતી ન હોવાનું સામે આવ્યું છે.
માતૃભાષામાં 1,18,623 ઉમેદવારો ગુજરાતીમાં નાપાસઃગુજરાત સરકાર માતૃભાષાનો વ્યાપ વધે તે માટે વારંવાર દર વર્ષે પરિપત્ર કરે છે, પરંતુ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં વર્ષ 2022નું પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું, જેમાં માતૃભાષા ગુજરાતીમાં જ 1,18,623 ઉમેદવારોને નાપાસ થયા છે. વાત કરીએ તો, કુલ 6,64,553 ઉમેદવારોએ ગુજરાતી ભાષાની પરીક્ષા આપી હતી, જેમાં ફક્ત 5,45,930 ઉમેદવારો પાસ થયા છે, બાકીના 1,18,623 ઉમેદવારો ગુજરાતી ભાષામાં જ નાપાસ થયા છે. જ્યારે ગુજરાતી દ્વિતીય ભાષા તરીકે માં કુલ 11779 ઉમેદવારો આ નાપાસ થયા છે.
ગુજરાતી ભાષા બાળકોનેના ભણવવામાં આવે તો શું?:ગુજરાતી ભાષના અભ્યાસ બાબતે શિક્ષણવિદ્ કિરીટ જોષીએ ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, બાળકોના માનસિક અને શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ માટે માતૃભાષા ખૂબ જ ઉપયોગી હોય છે. જે બાળક જે વિસ્તારમાં રહે તો હોય જે પ્રદેશમાં રહેતો હોત તેની ભાષા મહદઅંશે બોલતા હોય તે માતૃભાષા હોય છે. જ્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પણ અનેક વખત નોટિફિકેશન જાહેરાત કર્યું છે કે, રાજ્યની તમામ શાળાઓએ ગુજરાતી ભાષા ભણાવવાનું રહેશે. જ્યારે માતૃભાષામાં બાળકોના માનસિક અને શૈક્ષણિક વિકાસમાં પ્રાદેશિક ભાષાનો અભાવે વિદ્યાર્થીઓ માટે હાનિકારક નીવડે તે માટે જ રાજ્ય સરકાર દ્વારા પ્રાદેશિક ભાષાનું શિક્ષણ આપવા માટેનો પરિપત્ર વારંવાર કરવામાં આવે છે.
સરકારે કોર્ટમાં આપ્યો શું જવાબઃરાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં જે જાહેરહિતની અરજી થઈ હતી. તેને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી પણ થઈ હતી. આ અરજીના આધારે હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી.
સરકાર એક્શન મોડમાં?:ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાતી ભાષા ન ભણાવતી શાળાઓ સામે પગલાં લેવામાં આવ્યા છે. તેમ જ ગુજરાતી ભાષા નહીં ભણાવતી શાળાઓની NOC પણ રદ કરવામાં આવશે. રાજ્યની 23 ગુજરાતી ભાષા નહીં ભણાવતી શાળાઓ વિરૂદ્ધ પગલાં લેવાયાની પણ હાઈકોર્ટને સરકાર દ્વારા જાણ કરવામાં આવી હતી. તેમ જ ગુજરાતી ભાષાની ફરજિયાત ભણાવવા માટે કાયદો બનાવવાની જરૂરિયાત લાગતી નથી એવું પણ સરકારી વકીલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.