અમદાવાદઃ BRDS ખાતે નિષ્ણાંત મણકાના દાગીનાના કલાકાર કલ્પેશના માર્ગદર્શન હેઠળ યોજાયેલી બીડસ જ્વેલરી વર્કશોપમાં 50થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમના સર્જનાત્મક મણકા જ્વેલરીના પ્રોડક્ટ ડિસ્પ્લે કરવા માટે તેનું આયોજન થયું હતું. વિદ્યાર્થીઓને વર્કશોપના ભાગરૂપે ખંભાત લઈ જવાયા હતાં. જ્યાંથી તેઓએ અલગ અલગ પ્રકારના મણકા ભેગા કરી તેને કલાત્મક રૂપ આપી તેનું પ્રદર્શન યોજ્યું હતું.
ખંભાતથી મણકા લાવી વિદ્યાર્થીઓએ યોજ્યું જ્વેલરી એક્ઝિબિશન - Ahmedabad letest news
BRDS ખાતે યોજાયેલી બીડસ જ્વેલરી વર્કશોપમાં 50થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમના સર્જનાત્મક મણકા જવેલરીના પ્રોડક્ટ ડિસ્પ્લે કરવા માટે તેનું આયોજન થયું હતું.
મણકાની માળાના સુશોભન માટે નાના-નાના ટુકડાઓ છે. જેનો ઉપયોગ ગળાના હાર, કડા, પોશાકની ભાત બનાવવા માટે થાય છે. માનવ શરીરને હજારો જૂના વર્ષોથી આભૂષણ તરીકે પણ કામ સુશોભિત કરે છે. મણકાની જવેરાત સામાન્ય રીતે વિવિધ પ્રકારની સામગ્રી જેવી કે તાર, બારીયા, ગિયર, ખીલી, કડી અને ઘણા વધુ સર્જનાત્મક વસ્તુઓ દ્વારા બનાવવામાં આવે છે.
આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ નેકલેસ, કાનની વાળીઓ, પાયલ ,ઘડિયાળ, બ્રોચ વગેરેના રૂપમાં કયુરેટ કરેલા ઘણા ક્રિએટિવ મણકા જવેલરીના ટુકડાઓને પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત માટી અને ચામડાથી બનાવેલી જ્વેલરીનું પણ એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું, જે નવીનતમ અને સર્જનાત્મક હતું.