ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં હેરિટેજ મકાન તોડી કોમર્શિયલ બાંધકામ અટકાવવા તંત્રએ કરી કડક કાર્યવાહી - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદઃ શહેરને જે મકાનોના કારણે યુનેસ્કો તરફતી વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો મળ્યો હતો. તેવા મકાનોને તોડી હવે કોર્શિયલ કરવામાં આવી રહ્યા છે. તેથી હવે કોર્પોરેશન દ્વારા આવા મકોનોને નોટીસ ફટકારવામાં આવી હતી.

અમદાવાદમાં હેરિટેજ મકાન તોડી કોમર્શિયલ બાંધકામ અટકાવવા તંત્રએ કરી કડક કાર્યવાહી

By

Published : Jul 26, 2019, 12:53 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અંગે જણાવ્યું હતું કે, કેટલાંક ઘરોને ખોટા લાયસન્સ અપાયા છે. તેમજ અમુક લિસ્ટેડ હેરિટેજ મકાનોમાં પરવાનગી વગર ફેરફાર કરવામાં આવ્યું છે. એટલે આ કોમર્શિયલ બાંધકામને અટકાવવા માટે વપરાશકર્તાઓ વિરૂદ્ધ કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત 16 કોમર્શિયલ બાંધકામ, 7 ચાલુ બાંધકામો સહિત કુલ 31 બાંધકામો સીલ કરાયાં હતાં.

અમદાવાદમાં હેરિટેજ મકાન તોડી કોમર્શિયલ બાંધકામ અટકાવવા તંત્રએ કરી કડક કાર્યવાહી

સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અમુલ ભટ્ટે આ અંગે જણાવ્યું હતું કે, દરેક હેરિટેજ મકાનો પર એક ચોક્કસ નંબર પણ છપાયા છે, અને જે મકાનોને નંબર આપવાના બાકી છે તેની કામગીરી વહેલી તકે હાથ ધરાવામાં આવશે. આ મકાનોને તોડવાની સખ્ત મનાઇ કરવામાં આવી છે. જો કોઇ આ મકાનો તોડવાનો પ્રયત્ન કરશે તો તેના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. આમ, આ હેરિટેજ મકાનોને કોમર્શિયલ થતાં અટકાવવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details