ગુજરાત

gujarat

ETV Bharat / state

RBIના રેગ્યુલેશનના ભંગ બદલ યસ બેન્ક સામે લેવાયા કડક પગલાં - અમદાવાદ યસ બેન્ક

વિશ્વની કેટલીય નાણાકીય સંસ્થાઓ નાણાકીય અવ્યવસ્થાને કારણે પડી ભાંગી છે, પછી તે અમેરિકાની સશક્ત બેન્ક લેહમેન બ્રધર્સ જ કેમ ના હોય. યસ બેન્ક સાથે પણ કંઈક આવુ જ બન્યું છે. RBIના રેગ્યુલેશનના ભંગ બદલ RBIએ કેટલાક પગલાં યસ બેન્ક સામે લીધા છે.

rbi regulation
rbi regulation

By

Published : Mar 6, 2020, 11:32 PM IST

અમદાવાદઃ RBIએ ગઈકાલે સાંજે યસ બેન્કનું મેનેજમેન્ટ વેરી નાખ્યું હતું. તેનું મેનેજમેન્ટ સ્ટેટ બેંકના હાથમાં સોંપી દીધું. સાથે સાથે એવી પણ જાહેરાત કરી હતી કે, યસ બેન્કનું કોઈ પણ ગ્રાહક આકસ્મિક સંજોગો સિવાય બેન્કમાંથી એક મહિના સુધી 50,000 રૂપિયાથી વધુ ઉપાડી નહિ શકે. બેન્કના શેરના ભાવમાં પણ 85 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

RBIના રેગ્યુલેશનના ભંગ બદલ યસ બેન્ક સામે લેવાયા કડક પગલાં

એક તરફ મંદી, બીજી તરફ કોરોના વાયરસ અને ત્રીજી તરફ બેન્કોના નબળા પરફોર્મન્સથી શેરબજાર અને અર્થતંત્રને મોટુ નુકસાન પહોંચે છે. તો બેન્ક પર લાગેલા પ્રતિબંધના કારણે તેની સાથે સંકળાયેલ આર્થિક વ્યવહારો ઠપ્પ થવાની સંભાવના છે.

બેન્કમાંથી નાણાં પાછા મેળવવા માટે લાઈનમાં ઊભા છે. જ્યારે બેંકકર્મીઓ તરફથી કૅશ નહીં હોવાનો જવાબ તેમને મળી રહ્યો છે. ત્યારે પોતાના ફસાયેલા નાણાં પાછા મેળવવા માટે RBI આગળનું પગલું શું લે છે. તેની તરફ સૌ નજર માંડીને બેઠા છે.

ABOUT THE AUTHOR

...view details