અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી દરમિયાન રખડતા શ્વાન દ્વારા માણસોને જે કરડી (stray dogs issue High Court Petition) ખાવાના વિવિધ કિસ્સાઓને લઈને વાત સામે હતી. તેના પર હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટે આ સમગ્ર મામલે ભારે વલણ અપનાવ્યું હતું અને ટકોર કરતા કહ્યું હતું કે, જો શ્વાન પાળવાનો શોખ હોય તો પાંજરાપોળમાં જાવ શું જીવદયા પ્રેમીઓને માણસોના જીવની ચિંતા નથી? (Gujarat High Court hearing Dog issue)
કોર્ટે નારાજગી દર્શાવી મહત્વનું છે કે, કોઈ શ્વાનના ત્રાસ મુદ્દે થયેલા કેસમાં બંને વ્યક્તિઓ વચ્ચે જે શ્વાનને લઈને માથાકૂટ હતી. તે સમગ્ર મામલો પોલીસ કેસ સુધી પહોંચ્યો હતો. પરંતુ આ મામલે પોલીસે કોઈ ફરિયાદ લેવામાં ન આવતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારે આ મુદ્દે કોર્ટ દ્વારા ઓવરઓલ જે પણ રખડતા શ્વાન મુદ્દે કિસ્સા સામે આવી રહ્યા છે. તેને લઈને ભારે નારાજગી દર્શાવીને ટકોર કરી હતી. આ સાથે જ રખડતા શ્વાનને લઈને કોર્ટે મહત્વનું અવલોકન પણ કર્યું હતું. (Gujarat High Court on stray dog issue)
હાઇકોર્ટની ટકોરહાઈકોર્ટે જણાવ્યું કે, તમે સ્ટ્રીટ ડોગને ખવડાવીને કાઢી મૂકો છો અને પછી એ જ શ્વાનો બીજાને કરડે છે. જો શ્વાન પાળવાનો આટલો જ શોખ હોય તો પાંજરાપોળમાં જાવ શું જીવદયા પ્રેમીઓને માણસોના જીવનની બિલકુલ ચિંતા નથી? શ્વાનના ત્રાસ મુદ્દે થયેલી માથાકૂટનો મુદ્દો કોર્ટમાં પહોંચતા જ આ સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો. જોકે હાઈકોર્ટે જણાવ્યું હતું કે, શ્વાન કરડે અને માણસોના જીવ જાય, તો આ જવાબદારી કોની? શેરી શ્વાનોને ખાવાનું આપ્યા બાદ તેને કાઢી મૂકવામાં આવે છે, ત્યારબાદ તે અન્ય લોકોને કરડતા હોય છે. જેનાથી લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે. (Torture of stray dogs Torture)
આ પણ વાંચોશ્વાનના હુમલાની પોલિસી લાગુ થયા બાદ પ્રથમ વખત દંડ ફટકારવામાં આવ્યો