ગુજરાત

gujarat

ETV Bharat / state

Dog Attack in Ahmedabad : અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનનો સાત માસની બાળકી બની ભોગ - Ahmedabad Dog attack

અમદાવાદમાં રખડતાં શ્વાનો દ્વારા સાત માસની બાળકી પર હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે. સરખેજ વિસ્તારમાં બાગે નિસાત સોસાયટીમાં ઘોડિયામાં સૂતેલી બાળકી પર હુમલો કરી ખેંચીને શ્વાનો તાણી ગયાં હતાં. સ્થાનિકોના ધ્યાને આવતાં બાળકીને છોડાવીને ગંભીર ઇજા પામેલી બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

Dog Attack in Ahmedabad : અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનોનો સાત માસની બાળકી બની ભોગ
Dog Attack in Ahmedabad : અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનોનો સાત માસની બાળકી બની ભોગ

By

Published : Apr 21, 2023, 10:08 PM IST

ઘોડિયામાં સૂતેલી બાળકી ખેંચી ગયા શ્વાનો

અમદાવાદ : અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનો દિવસેને દિવસે રોડ ઉપર તેમજ સોસાયટીઓની અંદર કરડતાં જોવા મળી રહ્યાં છે.અમદાવાદમાં રખડતા કૂતરાનો હુમલો થવાનો ત્રાસ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આજ વધુ એક અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ બાગે નિસાત સોસાયટીમાં આવો બનાવ બન્યો છે. એક સાત માસની બાળકીને ત્રણ-ચાર શ્વાને એકસાથે હુમલો કરતા ગંભીરપણે ઇજાગ્રસ્ત થઈ હતી. બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

કોર્પોરેશનની નબળી કામગીરી: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગની કામગીરી ખૂબ જ દયનીય જોવા મળી રહી છે. પહેલા અમદાવાદ શહેરમાં રખડતા પશુઓના કારણે અનેક લોકોનો જીવ ગયો હતો ત્યારે હવે અમદાવાદ શહેરની અંદર જ રખડતા શ્વાનનો ત્રાસ પણ જોવા મળી રહ્યો છે.છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં રખડતા શ્વાન અનેક લોકોને કરડ્યાં હોવાના બનાવો સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો Dog Attack Kodinar : કોડીનારમાં રખડતા શ્વાને હુમલો કરતા બાળકનું થયું મોત

શ્વાનો દ્વારા સાત માસની બાળકી પર હુમલો: સ્થાનિક કોર્પોરેટર હાજી સિમેન્ટવાળાએ ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે સોનલ સિનેમા રોડ પર આવેલી એક સોસાયટીમાં મકાનનું બાંધકામ ચાલતું હતું. ત્યારે તે મકાનમાં કામ કરતાં એક મજૂર વર્ગનું નાનું બાળક ઘોડિયામાં સૂતું હતું તે સમયે બે થી ત્રણ શ્વાન ત્યાં આવ્યા અને તે નાની બાળકીને ઊંચકીને શરીરના અલગ અલગ ભાગ પર બચકા ભર્યા હતા. સ્થાનિક લોકોની નજર પડતાં તે બાળકીને બચાવવા માટે તાત્કાલિક તેની પાછળ દોડ્યા હતાં. પરંતુ બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

બાળકોને ઘર બહાર મોકલવામાં ડર : અમદાવાદ શહેરમાં પહેલા રખડતા પશુઓનો ત્રાસ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતો હતો. ત્યારે હવે અમદાવાદ શહેરમાં સોસાયટીની અંદર રખડતા શ્વાનનો ત્રાસ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે સોસાયટીના રહીશો પણ પોતાના બાળકોને બહાર કાઢવામાં પણ દર અનુભવી રહ્યા છે. આ પહેલાં પણ અમદાવાદ શહેરમાં રખડતા પશુઓને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના કારણે અનેક લોકોએ રખડતા પશુઓને કારણે જીવ ગુમાવ્યો છે. ત્યારે હવે અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે સોસાયટીઓમાં નાના બાળકો તેમજ મોટા વ્યક્તિઓ પણ આનો ભોગ બની રહ્યા છે.

આ પણ વાંચો Surat Dog Bite: હડકવા એ 62 વર્ષના વૃદ્ધને હોમી દીધા, 3 મહિના પહેલા શ્વાને ભર્યા હતા બચકા

1 લાખથી વધુ શ્વાનનું ખસીકરણ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રખડતા શ્વાનના ખસીકરણ પાછળ 10 કરોડથી પણ વધારેનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે તેવું કહેવાય છે. જોકે આટલી મોટી રકમનો ખર્ચ કરવા છતા પણ કોઈ ચોક્કસ પરિણામ જોવા મળતું નથી. પરંતુ દિવસે અને દિવસે શ્વાન કરડવાના કેસમાં વધારો જ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 વર્ષમાં 1 લાખથી પણ વધારે શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details