અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટના વિવિધ હુકમ છતાં પણ આ સમસ્યાનું નિવારણ ન આવતું હોવાની ફરિયાદ ગુજરાત હાઇ કોર્ટ સમક્ષ કરવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાઇકોર્ટને ખાતરી આપી છે કે એએમસી રખડતા ઢોર પકડવાની કામગીરી રોજ ચાલુ રાખશે. જ્યારે રખડતા ઢોર મુદ્દે રાજ્યવ્યાપી નીતિ બનાવવા મુદ્દે હાઇ કોર્ટ પાસે સરકારે માંગ્યો છે.
ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ : રાજ્યમાં વધતા જતા રખડતા ઢોરના ત્રાસ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં વિવિધ પ્રકારની અરજીઓ દાખલ કરવામાં આવી છે. રખડતા ઢોરના ત્રાસ મુદ્દે આજે વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેશનની કામગીરી અને કોર્ટના અનેક હુકમ હોવા છતાં પણ રખડતા ઢોરના ત્રાસ મુદ્દે રાજ્યમાં સ્થિતિ યથાવત છે.
આ પણ વાંચો Bhavnagar News : ભાવનગરમાં રખડતાં ઢોરની અડફેટે વૃદ્ધ આવ્યાં, કમિશનરે કહ્યું આવું
અરજદારોની રજૂઆત :ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રખડતા ઢોરના ત્રાસુ મુદ્દે વિવિધ ફરિયાદો બાદ પણ તંત્ર નિષ્ક્રિય છે એવી રજૂઆત હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. કોર્ટે અગાઉ અનેક હુકમો કરેલા છે તેમ છતાં પણ રસ્તામાં ઠેર ઠેર બેફામ રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. રોજે રોજ રખડતા ઢોરના લીધે કોઈકના ઈજા કે મૃત્યુના બનાવો પણ બની રહ્યા છે. આ પ્રશ્નનું નિરાકરણ હજી પણ નથી આવી રહ્યું એવી વાત કોર્ટના ધ્યાને મૂકવામાં આવી છે.