અમદાવાદ: રાજ્યમાં ફરી એકવારસ્ટોન કિલિંગનો કિસ્સો ( Stone Killing case) સામે આવતા ખળભળાટ મચ્યો છે, ત્યારે સ્ટોન કિલિંગની વધુ એક ઘટના અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી સનરાઈઝ હોટલના પાછળના ભાગમાં સ્થિત મકાનમાં આરોપીએ યુવક પર પથ્થરથી હુમલો (Stone attack) કર્યો હતો. જેમાં યુવકનું મોઢું છુંદાય જતા તડફડી મૃત્યું પામ્યો હતો, ત્યારબાદ સ્ટોન કિલર ફરાર થઈ ગયો હતો.
પૈસાની માથાકુટમાં એક મિત્રએ બીજા મિત્રને મારવાની યોજના ઘડી
સ્ટોન કિલરની મારવાની થિયરી જોતા તેની માનસિક સ્થિતિ કેવી હશે તેનો પોલીસે અંદાજો લગાવ્યો છે. યુવકની હત્યા કર્યા પછી આરોપી ભાગી ગયો હતો, પરંતુ પોલીસે ( Ahmedabad Police) તાત્કાલિક ધોરણે સ્ટોન કિલરને પકડવાની ઝુંબેશ ચલાવી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. આ બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં ખુલાસો થાય છે કે, હત્યા કરનાર સ્ટોન કિલર મૃતકનો ભાઇબંધ જ હતો. આ સાથે માહિતી મળે છે કે, તે બન્ને વચ્ચે પૈસા બાબતે માથાકુટ થઇ હતી.
એક મિત્રએ જ બીજા મિત્રની હત્યાં કરી નાંખી