ગુજરાત

gujarat

Stock Market Fall : અઠવાડિયાના છેલ્લા દિવસે શેરમાર્કેટમાં ગાબડું, BSE Sensex 887 પોઈન્ટ તૂટ્યો

By

Published : Jul 21, 2023, 4:33 PM IST

ચાલુ અઠવાડીયામાં શેરબજારે નવી ઊંચાઈઓ સર કરી રેકોર્ડ બનાવ્યા હતા. ખૂબ સારા પ્રદર્શન બાદ અઠવાડિયાના અંતે શેરમાર્કેટમાં ફિયાસ્કો થયો છે. આજે બજારની નબળી શરુઆત બાદ ટ્રેડીંગ સેશનના અંતમાં રોકાણકારોના રુ. 1.60 લાખ કરોડનું નુકસાન ગયું હોવાની ખબર છે. BSE Sensex 887 પોઈન્ટ તૂટીને 66,684.26 પર બંધ થયો હતો. જ્યારે NSE Nifty ઇન્ડેક્સમાં પણ 234 પોઈન્ટનો કડાકો બોલાવી 19,745 પર તૂટ્યો હતો.

Stock Market Fall
Stock Market Fall

મુંબઈ :અઠવાડીયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ભારે વેચવાલી સાથે BSE Sensex અને NSE Nifty માં કડાકો બોલ્યો હતો. BSE Sensex લગભગ 887 પોઈન્ટના ઘટાડા બાદ 66,684.26 પર બંધ થયો હતો. ત્યારે NSE નિફ્ટીએ પણ રોકાણકારો ધોઈ નાખ્યા હતા. NSE નિફ્ટી 234 પોઇન્ટ ઘટીને 19,745 નીચે સરકી ગયો છે. તેના કારણે રોકાણકારોને લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

BSE સેન્સેક્સ : આજે BSE Sensex 66,907.07 પર ખુલીને નબળી શરુઆત કરી હતી. બાદમાં ટ્રેડીંગ સેશન દરમિયાન 66,533 ડાઉન જઈને મહતમ 67,190 ની ઊંચાઈ પર પહોંચ્યો હતો. પરંતુ સેશનના અંતમાં 887 પોઈન્ટ તૂટીને 66,684.26 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, ગતરોજ BSE Sensex 67,571.90 પર બંધ થઈને નવી હાઈ બનાવી હતી.

NSE Nifty ઈનડેક્સ : બજારમાં 6 દિવસ બાદ આવેલી વેચવાલીએ રોકાણકારોનું ભારે નુકસાન કર્યું હતું. NSE Nifty ઈનડેક્સ આજે 130 પોઈન્ટ તુટીને 19,800.45 પર ખુલ્યો હતો. જ્યારે આજે ટ્રેડિંગ સેશન દરમિયાન 19,700 ડાઉન અને 19,887.40 મહત્તમ ઊંચાઈ પર પહોંચ્યો હતો. આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ પણ 234 પોઈન્ટ જેટલો તૂટીને 19,745 પોઈન્ટ પર બંધ થયો હતો. જોકે, ગતરોજ 146 ના ઉછાળા સાથે 19,979.15 બંધ થયો હતો.

રોકાણકારો ધોવાયા :NSE પર નિફ્ટી IT ઈન્ડેક્સ 4% ઘટીને બંધ થયો છે. જ્યારે FMCG ઈન્ડેક્સ પણ 1%થી વધુના ઘટાડા સાથે બંધ થયો છે. HUL નો શેર પણ 3.6% ઘટીને બંધ રહ્યો હતો. BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં રૂ. 1.86 લાખ કરોડનો ઘટાડો થયો છે. 21 જુલાઈએ બજાર બંધ થયા બાદ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને 302.18 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જે 20 જુલાઈના રોજ 304.04 લાખ કરોડ રૂપિયા હતું.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં Indiamart Inter (8.64 %), United Spirits (6.56 %), Atul (6.56 %), MphasiS (5.28 %) અને Vodafone Idea (3.97 %)નો સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર :જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં Infosys (-8.13%), Persistent (-5.83 %), Dalmia Bharat (-4.94%), Tech Mahindra (-4.62 %) અને COFORGE LTD. (-3.72 %)નો સમાવેશ થાય છે.

બજારમાં કડાકો :IT શેરોએ બજાર પર દબાણ લાવવાનું કામ કર્યું હતું . સમગ્ર IT સેક્ટરમાં ભારે વેચવાલી નોંધાઈ હતી. ઉપરાંત અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે. આજે ડોલરની સરખામણીમાં રૂપિયો 2 પૈસાની નબળાઈ સાથે ખુલ્યો હતો. એશિયન બજારોમાં જાપાનનો નિક્કઈ અડધો ટકા તૂટ્યો હતો. જ્યારેે ગઈકાલે US માર્કેટમાં Nasdaq 2% ઘટીને બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, સ્થાનિક બજારમાં મોટાભાગના શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. જેની આજના બજારના ઘટાડાને સીધી અસર થઈ છે.

  1. Share Market updates : પાંચ દિવસના ધમાકેદાર પ્રદર્શન પછી આજે બજારની નબળી શરુઆત
  2. Petrol Diesel Price : મહાનગરના પેટ્રોલ-ડીઝલની ફરી ઉતાર ચડાવ

ABOUT THE AUTHOR

...view details