ગુજરાત

gujarat

ETV Bharat / state

Medical Technology News : ખાસ ટેક્નોલોજીથી મળ્યું 33 વર્ષીય મહિલાને નવજીવન, સ્ટર્લિંગ હોસ્પિટલનો આ કિસ્સો જાણો - CAG મુખ્ય ધમની

અમદાવાદ સ્ટર્લિંગ હોસ્પિટલમાં એક ખાસ ટેક્નોલોજીના ઉપયોગથી 33 વર્ષીય મહિલાને નવજીવન દાન મળ્યું છે. હાર્ટ એટેકના કિસ્સામાં નોવેલ ઇમ્પેલ્લા હાર્ટ પંપ ટેકનોલોજીનો ગુજરાતમાં પહેલી વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી ઉપયોગ આ પહેલા ભારતમાં અંદાજે 10 જેટલા દર્દીઓ પર જ કરવામાં આવ્યો હતો. ત્યારે જાણો ડૉ.રસેશ પોથીવાલા પાસેથી આ ટેકનોલોજી વિશે વિસ્તૃત માહિતી...

ખાસ ટેક્નોલોજીથી મળ્યું 33 વર્ષીય મહિલાને નવજીવન
ખાસ ટેક્નોલોજીથી મળ્યું 33 વર્ષીય મહિલાને નવજીવન

By

Published : Jul 1, 2023, 5:43 PM IST

નોવેલ ઇમ્પેલ્લા હાર્ટ પંપ ટેકનોલોજી

અમદાવાદ : કોરોના મહામારી બાદ રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સા ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જેમાં મુખ્યત્વે યુવાનોમાં આ કેસ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે અલગ-અલગ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને દર્દીને બચાવવામાં આવતા હોય છે. ત્યારે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ગુજરાતમાં પહેલી વખત નોવેલ હાર્ટ પંપ ટેકનોલોજીનો ઉપયોગ કરી 33 વર્ષીય મહિલાને નવજીવન આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં પ્રથમ કિસ્સો : આ અંગે ડૉ.રસેશ પોથીવાલાએ જણાવ્યું હતું કે, જ્યારે દર્દીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ હાયર એક્યુટ MI થી પીડિત હતા. તેમના હૃદયમાં ડાબા ભાગે ગંભીર નુકસાન થયું હતું. તેમનો CAG મુખ્ય ધમનીમાં કોઈ પણ પ્રવાહ વિના AMCA થી LAD અને LCX 99 ટકા બ્લોક દર્શાવતો હતો. સામાન્ય રીતે આ પ્રકારની ગંભીર સ્થિતિમાં મૃત્યુદર 80 ટકા હોય છે. એકથી વધારે અંગો ફેલ થઈ શકે છે, જેનાં પરિણામે કિડની કામ કરતી બંધ થઈ જાય છે. ડાયાલિસિસના સહારે હોસ્પિટલમાં લાંબો સમય રહેવાની જરૂર પડે છે. એટલે ગુજરાતમાં પહેલી વાર ઉપયોગ થયેલા ઇમ્પેલ્લા સીસી ડિવાઇઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટેક્નોલોજીની મદદથી દર્દીને નવજીવન મળ્યું છે. ઉપરાંત દર્દીને 2 દિવસની અંદર જ રજા આપવામાં આવી છે.

જ્યારે મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ આવ્યા ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી. પહેલેથી જ મહિલાને ડાયાબિટીસ હતું. ત્યારબાદ અચાનક તેઓને દુખાવો અને શ્વાસ લેવામાં સમસ્યા આવવા લાગી હતી. BP પણ 60 જોવા મળી રહ્યું હતું. જ્યારે ECG કરવામાં આવ્યું તે સમય તેઓને હાર્ટ એટેક આવ્યો હતો. તેઓની બચવાની શક્યતા ઓછી હતી. પરંતુ નોવેલ હાર્ટ પંપ ટેકનોલોજીનો ઉપયોગ કરી ત્રણ સ્ટેન્ડ લગાવવામાં આવ્યા હતા. બે દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ તેમને રજા આપવામાં આવી છે.-- ડૉ.રસેશ પોથીવાલા (MD કાર્ડિયોલોજિસ્ટ)

ખાસ કિસ્સામાં ઉપયોગ : ઈમ્પ્લા ડિવાઇસ એ દરેક હાર્ટ એટેકના કિસ્સામાં ઉપયોગમાં કરી શકાતું નથી. પરંતુ જે વ્યક્તિને શ્વાસ લેવામાં સમસ્યા હોય અથવા અચાનક છાતીમાં વધારે પડતો દુખાવો, BP 50 જેટલું થવું, તેમજ દર્દીની બચવાની શક્યતા ઓછી હોય અને વેન્ટિલેટર ઉપર હોય તેવા જ દર્દીના કિસ્સામાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

ખૂબ જ ખાસ ટેક્નોલોજી : ઇમ્પેલ્લા હાર્ટ પમ્પની વિશ્વમાં એક માત્ર કંપની અમેરિકામાં જ છે. આ ટેકનોલોજીનો ઉપયોગ પહેલા યુરોપ, રશિયા, અમેરિકા જેવો દેશોમાં થતો હતો. ભારતમાં પણ દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરોમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ભારતમાં અત્યાર સુધી 15 જેટલા દર્દીઓ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ ગુજરાતમાં પહેલી વખત કોઈ કેસમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે પણ આ રીતનું ઓપરેશન કરવામાં આવે ત્યારે અમેરિકાના ડોક્ટર પણ જોડે હાજર રહે છે. આ ટેકનોલોજી ઉપયોગ કરવા માટે ડોકટરે ખાસ અલગ પ્રકારની ટ્રેનીંગ પણ લેવી ખૂબ જ જરૂરી હોય છે.

  1. મોરબીમાં અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિને તબીબે આપ્યું નવજીવન
  2. Ahmedabad News : અમદાવાદમાં એક સ્લેબ તૂટ્યો, ફાયર વિભાગે 38 લોકોનું કર્યું રેસ્ક્યુ

ABOUT THE AUTHOR

...view details