અમદાવાદ: હાઈકોર્ટે આપેલા મહત્વપૂર્ણ ચુકાદામાં નોંધ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા વર્તમાન અરજદારના પૂર્વજોને જમીન સંપાદન મુદ્દે વળતર અને 1992 થી 2015 સુધી વધારાના લાભ પણ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવ્યાં છે. જો કે, હાઈકોર્ટે વાતનો સ્વીકાર કર્યો છે કે આ સમગ્ર જમીન સંપાદનમાં કેટલાક તથ્યો વિવાદાસ્પદ રહ્યાં છે. લગભગ 58 વર્ષ પહેલા નર્મદા કેનાલ અને અન્ય કામ માટે સરકાર દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી અને તેનું વળતર પણ ચૂકવવામાં આવ્યું હતું. જોકે, અરજદાર પાસે તેમના પૂર્વજો દ્વારા વળતર લેવાનું બાકી હોય કે તેવો કોઈ નિવેદન પણ નથી.
હાઈકોર્ટમાં અરજદારના વકીલ તરફે દલીલ કરવામાં આવી હતી કે, એડવોકેટ જનરલે કોર્ટને 5થી જેટલા 6 આર્દશ ગામ બનાવવાની તૈયારી બતાવી હતી. જો કે કેવડીયાના અધિકારીઓએ અમને 35 કિમી દૂર મકાન ફાળવવાની જ વાત કરી છે. ખેતી માટે દૂર જમીન ફાળવવાનો અમે સ્વીકાર કરીએ છીએ, પરતું રહેવા માટે ઘર નજીક જોઈએ. ગામમાં કેટલીક જગ્યાઓ ખાલી હોવાથી અમને ત્યાં ઘર આપવામાં આવે. અરજદારના વકીલે દલીલ કરી હતી કે, અસરગ્રસ્ત જમીનધારકો હોવાથી કોર્ટે બંધારણના અનુચ્છેદ 46ને ધ્યાનમાં લેવું જોઈએ. માટોભાગના ખાતેદારો અને તેમના જમીનના સર્વે નંબરની વિગતો આપવામાં આવી છે. રાજ્ય સરકાર તરફે જે સોંગદનામું રજુ કરાયું છે. તેમાં જમીનના પઝેશનને લગતું કોઈ મર્ટિરિયલ ન હોવાની રજુઆત કરવમાં આવી હતી. મુદો જમીનના પઝેશનનું હોવાથી વિલંબને ધ્યાનમાં ન લેવામાં આવે.
આ મુદે રાજ્ય સરકાર તરફે એડવોકેટ જનરલે દલીલ કરી હતી કે, જમીનધારકો ઘરના બાંધકામ માટે અલગ અલગ વળતર માંગી રહ્યાં છે. જમીનધારકોને તેમના મકાનના 1 કીમી સુધીમાં જ મકાન આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. એડવોકેટ જનરલે વધુમાં દલીલ કરી હતી કે, અરજદાર તરફે મૂળ જમીનધારકોના નામ આપવામાં આવ્યાં છે, જ્યારે તેમના વંસજના અને સર્વે નંબરનો ઉલ્લેખ કરાયો નથી.
અગાઉ હાઈકોર્ટે ભલામણ કરતા અરજદારના વકીલને જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત જમીનધારકોની સમસ્યા સાંભળવા અને નિવારણ લાવવા માટે કમિટિની રચના કરવામાં આવે. આ કમિટિમાં કાયદાકીય અધિકારી, પ્રોજેક્ટ ઓફિસર, સંબંધિત સમુદાયના બે સભ્યનો સમાવેશ કરવામાં આવશે. અરજદારના વકીલે આ મુદે જમીનધારકો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો. મંગળવારે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે અસરગ્રસ્ત જમીન-માલિકોને વ્યકિતગત રિટ દાખલ કરવા ટકોર કરી હતી.
હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ અરજદારના વકીલે દલીલ કરી હતી કે, તમામ અસરગ્રસ્ત લોકો અનુસુચિત જનજાતિ સાથે સંકાળાયેલા છે. ગરીબી અને આર્થિક રીતે નબળા છે, તેમની જાહેરહિતની અરજીને માન્ય રાખવામાં આવે. હાઈકોર્ટે અરજદારના વકીલને અસરગ્રસ્ત ખેડૂતોના રેકોર્ડ અને વારસાની વિગતો સાથે અલગ અલગ રિટ દાખલ કરવા ટકોર કરી હતી.