ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશને આપ્યું નિવેદન

રાજ્યમાં કોરોના સંક્રમણ વધારા વચ્ચે ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનના જથ્થાની ખૂબ જ મોટી સમસ્યા ઉભી થઇ રહી છે, ત્યારે વધુમાં સરકાર પણ ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલને પૂરતા પ્રમાણમાં આપવાની માગ અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓક્સિજન જથ્થાનું વિતરણ મામલે 60 40નો રેશિયો રાખવા માટેની માગ કરી હતી.

કોરોના સંક્રમણ
કોરોના સંક્રમણ

By

Published : Apr 10, 2021, 8:02 PM IST

  • અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશનનો કોરોનાને લઈને નિવેદન
  • 8 માર્ચ સુધી અમદાવાદમાં 2500માંથી 87 ટકા ખાલી હતા
  • શનિવારના રોજ 4400 બેડમાંથી માત્ર 14 જ બેડ ખાલી
  • ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર ખાલી નથી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા કોરોના લઈને નિવેદન આપવામાં આવ્યું છે. હાલ ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનના જથ્થાની ખૂબ જ મોટી સમસ્યા ઉભી થઇ રહી છે. આવા સમયે ઇન્ડસ્ટ્રીમાં જતા ઓક્સિજનનો જથ્થા પર રોક લગાવી અને તે જથ્થો હોસ્પિટલને આપવાની માગ કરવામાં આવી રહી છે, ત્યારે સરકાર દ્વારા પણ ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલને પૂરતા પ્રમાણમાં કરી આપવા માગ કરવામાં આવી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ઓક્સિજન જથ્થાના વિતરણ મામલે 60 40નો રેશિયો રાખવા સ્પષ્ટ કર્યું હતું.

કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશને આપ્યું નિવેદન

આ પણ વાંચો -ઓક્સિજન સિલિન્ડરની અછતના કારણે પ્રોડક્શન વધારવા માટે કરાઈ રજૂઆત

ઓક્સિજનનો જથ્થો ઈન્ડસ્ટ્રીમાં વાપરવામાં આવે છે, તે જથ્થામાંથી હાલ ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલને આપવાની માગ

આ સમગ્ર મામલે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિયેશનના સેક્રેટરી વિરેન શાહે જણાવ્યું હતું કે, હાલમાં અમદાવાદમાં કોરોનાની સ્થિતિ બહુ જ ગંભીર છે, ત્યારે હાલમાં 4400 બેડ સામે 14 ટકા જ ખાલી છે. આ ઉપરાંત હોસ્પિટલમાં ઓક્સિજનની ખૂબ જ અછત જોવા મળી રહી છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એસોસિએશન દ્વારા દરેક હોસ્પિટલને બેડ વધારવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જે ઓક્સિજનનો જથ્થો ઈન્ડસ્ટ્રીમાં વાપરવામાં આવે છે, તે જથ્થામાંથી હાલ ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલને આપવાની માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો -સુરતમાં કોરોનાની સ્થિતિ ભયંકર : દરરોજ 4000 થી લઇ 6000 ઓક્સિજન સિલિન્ડરની ડિમાન્ડ

દવાઓનો ભાવ હોય તેનાથી 80થી 85 ટકા રકમ દર્દી પાસે લેવાની અપીલ

આ ઉપરાંત અનેક હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શનને લઇને કોરોના દર્દીઓના સગા વ્હાલાઓની લાંબી લાઇન સવારથી લાગેલી જોવા મળે છે, ત્યારે કેટલાક મેડિકલ સ્ટોરવાળા અને કેટલીક ખાનગી હોસ્પિટલ દ્વારા હાલની સ્થિતિનો ફાયદો ઉઠાવીને લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલને જે ઇન્જેક્શનનો ભાવ હોય અને જે દવાઓનો ભાવ હોય તેનાથી 80થી 85 ટકા રકમ દર્દી પાસે લેવાની અપીલ પણ કરવામાં આવી છે.

ઓક્સિજનની માગમાં સતત વધારો, 70 ટકા રાજ્ય આરોગ્ય વિભાગ માટે અનામત રાખવા આદેશ

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. રાજ્યમાં કોરોનાની મહામારીને લઈને કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ કોરોનાની બીમારીથી લડતા દર્દીઓ માટે ઓક્સિજનની વધારે જરૂર પડે છે. તેને લઈને રાજ્ય સરકારે ઓક્સિજન ઉત્પાદન કરતી કંપનીઓ પર એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે જાણકારી આપતા કહ્યું કે, રાજ્યમાં ઓક્સિજનનું ઉત્પાદન કરતી કંપનીઓ હવેથી 70 ટકા ઓક્સિજનનો જથ્થો આરોગ્ય વિભાગ માટે અનામત રાખશે. જ્યારે બાકીનો 30 ટકા ઓક્સિજનનો જથ્થો ઉદ્યોગો માટે સપ્લાય કરવામાં આવશે. આ અંગે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી.

ઓક્સિજનની માંગ વધતા સિલિન્ડરના ભાવમાં 60 ટકાનો વધારો

એક તરફ રાજ્યના સામાન્ય લોકો પાસે સારવારના રૂપિયા નથી. ત્યારે હવે ઓક્સિજનના ભાવમાં પણ વધારો આવતા પરિસ્થિતિ ખૂબજ ગંભીર બની ગઈ હોવાના એંધાણ જોવા મળ્યા છે. હાલ ઓક્સિજન સિલિન્ડરનો ભાવ 285 રૂપિયાથી વધુ કરવામાં આવ્યો છે. સાત ક્યુબિક મીટરનું સિલિન્ડર હવે દર્દીઓને 325 રૂપિયાના ભાવમાં પડે છે. જોવા જઈએ તો પહેલાના ભાવની સરખામણીમાં ઓક્સિજન સિલિન્ડરના ભાવમાં 60થી 70 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતે અન્ય રાજ્યમાં ઓક્સિજનની સપ્લાય કરી બંધ

ગુજરાતમાં ઓક્સિજનનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા અન્ય રાજ્યમાં સપ્લાય કરવામાં આવતા ઓક્સિજનના જથ્થાને પણ રોકવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાની મહામારીને લઈને સતત ઓક્સિજનની માગમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા પણ આરોગ્ય વિભાગ માટે ઓક્સિજનનો જથ્થો અનામત રાખવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે અન્ય રાજ્યમાં પણ ઓક્સિજન સપ્લાય કરવો પણ પોસાઈ શકે તેમ ન હોવાથી ઓક્સિજનનો સપ્લાય રોકવામાં આવ્યો છે. જેને લઇને મધ્યપ્રદેશના કેટલાક શહેરોમાં અને ખાનગી હોસ્પિટલોમાં પણ ઓક્સિજનનો જથ્થામાં અછત ઉભી થઇ છે, તો અન્ય રાજ્યના શહેરોના કલેક્ટર દ્વારા પણ ઉદ્યોગો માટે વપરાતા ઓક્સિજનના જથ્થા પર રોક લગાવવામાં આવ્યો છે, અને હોસ્પિટલમાં જ ઓક્સિજન સપ્લાય કરવા માટેની સૂચના આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details