ગુજરાત

gujarat

ETV Bharat / state

આમ આદમી પાર્ટીના પ્રમુખે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારોની છઠ્ઠી યાદી કરી જાહેર - AAPએ ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 પહેલા આમ આદમી પાર્ટી પોતાના અલગ અલગ વિધાનસભા બેઠક પર ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. આજે વધુ એક છઠ્ઠી આજે જાહેર કરવામાં (Aam Aadmi Party announced sixth candidates list) આવી છે જેમાં 20 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા 73 વિધાનસભામાં બેઠક પરના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીના પ્રમુખે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારોની છઠ્ઠી યાદી કરી જાહેર
આમ આદમી પાર્ટીના પ્રમુખે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારોની છઠ્ઠી યાદી કરી જાહેર

By

Published : Oct 20, 2022, 6:34 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આમ આદમી પાર્ટી ફુલજોશની તૈયારીઓમાં (Aam Aadmi Party Gujarat) જોવા મળી રહી છે. અન્ય રાજકીય પાર્ટી હજુ પોતાના ઉમેદવારો જાહેર (Aam Aadmi Party announced sixth candidates list) કરવામાં અસમંજતા દાખવી રહી છે. આમ આદમી પાર્ટી એક પછી એક પોતાના ઉમેદવારો જાહેર કરી રહે છે. આજે વધુ 20 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

આમ આદમી પાર્ટી એક પછી એક પોતાના ઉમેદવારો જાહેર કરી રહે છે આજે વધુ 20 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

20 ઉમેદવારની યાદી જાહેરઆમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ (State President of Aam Aadmi Party) ગોપાલ ઇટાલીયાએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી વધુ 20 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં કચ્છના રાપર પરથી અંબાભાઈ પટેલ, વડગામથી દલપત ભાટિયા, મહેસાણાથી ભગત પટેલ, વિજાપુરથી ચિરાગભાઈ પટેલ, ભિલોડાથી રૂપસિંહ ભગોડા, બાયડથી ચુનીભાઇ પટેલ, પ્રાંતિજથી અલ્પેશભાઈ પટેલ, ઘાટલોડિયાથી વિજયભાઈ પટેલ, જુનાગઢથી ચેતનભાઇ ગજેરા, વિસાવદરથી ભુપતભાઈ ભયાનીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

દાહોદથી દિનેશ મુનિયાને ટીકીટ મળીવધુ ઉમેદવારની વાત કરવામાં આવે તો બોરસદથી મનીષ પટેલ, આંકલાવથી ગજેન્દ્રસિંહ, ઉમરેઠથી અમરીશ પટેલ, કપડવંજથી મનુ પટેલ, સંતરામપુરથી પર્વત વાઘોડિયા ફુજી, દાહોદથી દિનેશ મુનિયા, માંજલપુરથી વિરલ પંચાલ, સુરત ઉતરથી મહેન્દ્ર નાવડીયા, ડાંગથી સુનિલ ગામીત અને વલસાડથી રાજુ મર્ચાને ટિકિટ આપવામાં આવી છે.

20માંથી 9 ઉમેદવાર પટેલઆમ આપને પાર્ટીને આ છઠ્ઠી યાદીમાં કુલ 20 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જે 20માંથી નવ ઉમેદવાર પટેલ સમાજના જોવા મળી આવે છે. આ સાથે આમ છઠ્ઠી યાદી આવતા જ આમ આદમી પાર્ટી દ્વારા 182 વિધાનસભામાંથી 73 ઉમેદવારો નક્કી કરી દેવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details