અમદાવાદ : ગુરુવાર સ્ટેટ મોનીટરીંગ સેલના સિનિયર પોલીસ અધિકારી PI જવાહર દહિયાને ગૃહ વિભાગના આદેશ બાદ સસ્પેન્ડ કરાયા છે. કબૂતરબાજી કેસના આરોપી ભરત ઉર્ફે બોબી પટેલની ધરપકડ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ સ્ટેટ મોનીટરીંગ સેલના PI પર જ આ મામલે બોબી પટેલને મદદ કરવાની આશંકાઓ સેવાઈ રહી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એચ. દહિયાએ બોબી પટેલની ગેરકાયદેસર રીતે પુછપરછ કરી હતી.
30 કરોડના તોડનો આક્ષેપ : દહિયા ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હતા. તેમની ઉપર કબૂતરબાજ ભારત પટેલ ઉર્ફે બોબી પાસેથી રૂપિયા 30 કરોડ લીધા હોવાની ફરિયાદ થઈ હતી. આ ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી. તેમજ PI જે.એચ. દહિયાએ સોલા પોલીસ સ્ટેશનમાં જઇને પોલીસ કસ્ટડીમાં રહેલા બોબી પટેલની પુછપરછ કરી હતી. જેમાં અનેક શંકાસ્પદ તપાસ કરવામાં આવી હતી. આ અંગેની જાણ સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાયને થતા તેમણે PI દહિયા પાસેથી ખુલાસો માંગ્યો હતો. જે સંતોષકારક નહોતો. જેથી તે અંગે રિપોર્ટ તૈયાર કર્યો હતો.
આ પણ વાંચો :કબૂતરબાજીઃ USAનું કહી દુબઈ મોકલી દીધો, રૂપિયા 50 લાખમાં પાછો ફર્યો
PI દહિયાને સસ્પેન્ડ :આ બાબતે ગૃહવિભાગને જાણ થતાં તાત્કાલિક હુકમ કરાયો હતો અને PI દહિયાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો હતો. ફરજ મોકુફી દરમિયાન તેમને અમદાવાદમાં રહેવાનો હુકમ કરાયો છે. એટલું જ નહીં, કબૂતરબાજીમાં કમાયેલા નાણાની મલાઈ નેતાઓને પણ હોવાના સુત્રો મળી રહ્યા છે. PI જે. એચ. દહિયાએ થોડા સમય પહેલા બાતમીને આધારે ગેરકાયદેસર અમેરિકા મોકલવાના કબુતરબાજીના કેસમાં બોબી ઉર્ફે ભરત પટેલની ધરપકડ કરી હતી. જેની પુછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સાથે 69 જેટલા પાસપોર્ટ મળી આવ્યા હતા. જે બાદ બોબી પટેલ વિરૂદ્વ સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને તેની તપાસ સોલા પોલીસ પાસે હતી.
આ પણ વાંચો :કબૂતરબાજી : ગેરકાયદેસર વિદેશ મોકલતાં એજન્ટોના નામ ખુલ્યા, હજુ નવા કનેક્શન ખુલવાની ધારણા
અન્ય કેટલાક પોલીસ કર્મી સસ્પેન્ડ : બોબીની પુછપરછમાં કેટલાક નકલી પાસપોર્ટ બનાવનાર વિઝા એજન્ટોની માહિતી બહાર આવી હતી. તે તમામ પાસેથી ધમકી આપીને ધરપકડ નહીં કરવાના બહારને આટલી મોટી રકમ ઉઘરાવી લેવાઈ છે. PI જી. એચ. દહિયા રાજ્યના સેવા નિવૃત્ત થઈ રહેલા પોલીસ વડા આશિષ ભાટિયાની નજીકમાં મનાય છે. બોબી પટેલ પાસેથી 69 જેટલા નકલી પાસપોર્ટ મળી આવ્યા હતા. જેના આધારે કેટલાયે ઉત્તર ગુજરાતના લોકો દોઢ દોઢ કરોડ આપીને અમેરિકા નાસી જવાની પેરવીમાં હતા. ભરૂચમાં બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ અધિકારીઓની જાસુસી કરીને આ માહિતી બહાર આપવાના મામલે મયુર ખુમાણ તથા અશોક સોલંકીને સસ્પેન્ડ કરી દેવાયા છે.