અમદવાદઃ રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા 86 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાબરમતી નદીમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવવા અંગે પૂછવામાં આવતા, ગૃહપ્રધાને કહ્યું કે, GPCB દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
સાબરમતી નદીમાં છોડાતાં કેમિકલયુક્ત પાણી અંગે રાજ્યના ગૃહપ્રધાનની લાલ આંખ - Home Minister
રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા 86 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગૃહપ્રધાને કહ્યું કે, GPCB દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે, સાબરમતી નદીમાં કેમિકલ વાળા પાણી છોડવા બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્યના ગૃહપ્રધાને જણાવ્યું હતું.
પ્રદીપસિંહ જાડેજા
શહેરમાં પડેલા ખાડા અને વરસાદી પાણી ભરાવા અંગે ગૃહપ્રધાને ટિપ્પણી કરી હતી. તેમણે આ રોડ પર થયેલા ખાડાઓને નાની મોટી સમસ્યા ગણાવી હતી. ગૃહપ્રધાને જણાવ્યું કે, ભગવાનની કૃપાથી ગુજરાતમાં સારો વરસાદ થયો છે.
AMC અને ઔડા વિસ્તારોમાં જે સામાન્ય નાના મોટા ખાડાઓ છે. તેની કામગીરી ચોમાસા બાદ મુખ્ય પ્રધાનના આદેશ બાદ શરૂ કરવામાં આવશે. જો કે, રસ્તાની ગુણવત્તા બાબતે સવાલ કરતા તેમણે કહ્યું કે, રસ્તો બનાવનારા કોન્ટ્રાક્ટરની ઓળખ કરવામાં આવશે.