ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad news: પોલીસ વિભાગમાં રાજ્ય સરકાર આ વર્ષે 7000 જેટલી ભરતી કરશે, રાજ્ય સરકારે હાઇકોર્ટમાં આપી માહિતી

પોલીસને લગતી બાબતોને લઈને હાઇકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકાર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું. એફિડેવિટમાં રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ તેમજ જે પણ પોલીસ ખાતામાં ભરતી કરવામાં આવશે તે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.

By

Published : Apr 28, 2023, 6:18 PM IST

state-government-will-recruit-about-7000-in-the-police-department-this-year-government-informed-the-high-court
state-government-will-recruit-about-7000-in-the-police-department-this-year-government-informed-the-high-court

પોલીસ વિભાગમાં રાજ્ય સરકાર આ વર્ષે 7000 જેટલી ભરતી કરશે

અમદાવાદ:પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યા તેમજ વિવિધ મુદ્દાઓને લઈને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો અરજી કરવામાં આવી હતી. જેમાં પોલીસ વિભાગમાં અત્યારે કેટલી ખાલી જગ્યાઓ પડેલી છે તે બાબતનો હાઇકોર્ટ દ્વારા સરકારની સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં આજે હાઇકોર્ટના બાદ રાજ્ય સરકારે એફિડેવિટ દાખલ કરેલી છે.

'રાજ્યમાં પોલીસ વિભાગમાં કુલ 21.3 %જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસ ખાતામાં ભરતી કરવામાં આવશે અત્યારે પોલીસ ખાતામાં 27,000 જેટલી જગ્યાઓ ખાલી છે. જેમાંથી 7000 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે.'-હિમાંગ શાહ, કોર્ટમિત્ર

ખાલી જગ્યાઓ:રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે અત્યાર સુધીમાં પોલીસ ખાતામાં એ 96,194 જગ્યાઓમાંથી 73,000 જેટલા પદો ઉપર ભરતી કરવામાં આવી છે. સ્ટેટ રિઝર્વ ફોર્સની કુલ જગ્યાઓમાંથી 4000 જેટલી જગ્યાઓ ખાલી છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રેલીઓ સભા માટે ગાઇડલાઇન જાહેર કરવા માટે કહેવામાં આવ્યું હતું. એ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા એની માહિતી પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. રેલી, સભાઓ, અને સરઘસ માટે પણ દિશા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે.

હાઇકોર્ટે સરકારને નિર્દેશ આપ્યા: અરજદારની માંગ પર હાઇકોર્ટે સરકારને નિર્દેશ આપ્યા છે. જે પ્રમાણે રેલી, સભાઓ, અને સરઘસો અંગેનું જાહેરનામું પેપર અને મીડિયામાં પણ પ્રસિદ્ધ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે વિગતો જોઈએ તો સુપ્રીમ કોર્ટે સમગ્ર રાજ્યોને લઈને પોલીસની શું પરિસ્થિતિ છે તે મામલે સૂઓમોટો અરજી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ નિર્દેશનું પાલન કર્યા બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં પોલીસને લગતી તમામ બાબતોનો ખુલાસો રાજ્ય સરકાર અને તેના સંબંધિત વિભાગો સામે તેમની પાસેથી માંગવામાં આવ્યા હતા.

આ પણ વાંચોRahul Gandhi: રાહુલ ગાંધી માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટ આવતીકાલે કરશે સુનાવણી

વધુ સુનવણી 21 ઓગસ્ટના રોજ: જો કે અનેક મુદતો બાદ પણ હાઇકોર્ટના નિર્દેશનું પાલન કરવામાં ન આવતા હાઈકોર્ટ રાજ્ય સરકારના આ વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. અને એફિડેવિટ ફાઇલ કરવા માટે આદેશ આપ્યો હતો. આ સમગ્ર મામલે હવે હાઇકોર્ટે રાજ્ય સરકારને ઓગસ્ટ મહિના સુધીમાં એડિશનલ એફિડેવિટ ફાઇલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે વધુ સુનવણી 21 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોAhmedabad News: મનોદિવ્યાંગ યુવતી પર પિતાના મિત્ર દ્વારા દુષ્કર્મ, છ મહિનાની ગર્ભવતી થતાં ગર્ભપાત માટે હાઇકોર્ટમાં અરજી

ABOUT THE AUTHOR

...view details