ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રદેશ ભાજપના મહામંત્રી ભીખુ દલસાણીયાએ પોતે સ્વસ્થ્ય હોવાનો સંદેશ આપ્યો - State BJP general secretary

મુખ્યપ્રધાન વિજય રૂપાણી બાદ હવે ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને વિનોદ ચાવડા પણ કોરોના સંક્રમિત થયા છે. આ ત્રણેય ભજપના નેતાઓની અમદાવાદના અસારવા ખાતે આવેલી યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ભીખુ દલસાણીયા
ભીખુ દલસાણીયા

By

Published : Feb 16, 2021, 5:00 PM IST

  • ભાજપના નેતાઓ કોરોનાગ્રસ્ત
  • જાહેર સભાઓ કરવી પડી મોંઘી
  • લોકો વચ્ચે ટીકાપાત્ર બન્યા ભાજપ નેતાઓ

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય એક તરફી દેખાઈ રહ્યો છે, પરંતુ શક્તિ પ્રદર્શન કરવાના લોભમાં જંગી ભીડ એકઠી કરીને સભાઓ યોજવાનું ભાજપને હવે મોંઘું પડી રહ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી બાદ હવે ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને વિનોદ ચાવડા પણ કોરોના સંક્રમિત થયા છે. આ ત્રણેય ભજપના નેતાઓની અમદાવાદના અસારવા ખાતે આવેલી યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પ્રદેશ ભાજપના મહામંત્રી ભીખુ દલસાણીયાએ પોતે સ્વસ્થ્ય હોવાનો સંદેશ આપ્યો

ભીખુ દલસાણીયાનો વીડિયો મેસેજ

ભીખુ દલસાણીયાએ પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની અને વિનોદ ચાવડાની તબિયત સ્વસ્થ છે. ડૉક્ટરે તેમને આરામ કરવા માટે સૂચવ્યું છે. ચૂંટણી સમયે તેમને ભાજપના કાર્યકરો વચ્ચે નથી અને કાર્ય ન કરી શકવાનું તેમને દુઃખ છે, પરંતુ ડૉક્ટરની સલાહ પ્રમાણે આરામ કરવો ખૂબ જરૂરી છે.

કોરોના મક્કમ, ભાજપ સાથે અડીખમ

પ્રજા અને પ્રચાર માધ્યમોમાં આ વાત ટીકા અને ચર્ચાનો વિષય બની છે કે, અગાઉ પેટા ચૂંટણીમાં કોરોના કાળમાં ભાજપના નેતાઓ રેલીઓ યોજી, સભાઓ કરી પોતે સંક્રમિત થયા અને બીજાને પણ સંક્રમિત કર્યાં હતાં. સામાન્ય પ્રજા પર કોરોનાના નામે પાબંધીઓ અને આકરો દંડ કરવામાં આવે છે. જ્યારે ભાજપના નેતાઓ તેમાંથી બાકાત છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પર્સનલ આસિસ્ટન્ટ અને વિનોદ ચાવડાના પુત્ર પણ કોરોના પોઝિટિવ થયાં છે.

આમ જનતા જાહેરનામાંનો ભંગ તો દંડ

ઉલ્લેખનીય છે કે, આમ જનતા જો જાહેરનામાંનો ભંગ કરે છે તો, તેમને દંડ ફટકારવામાં આવે છે, પરંતુ રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો માટે જાણે કાયદો અલગથી બન્યો હોય તેમ પોલીસ દ્વારા કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.

આમ જનતા કરે તો દંડ, રાજનેતા કરે તો કોઇ કાર્યવાહી નહીં

ABOUT THE AUTHOR

...view details