ગુજરાત

gujarat

ETV Bharat / state

અનલોક-1માં AMTSની 350 બસ 61 રૂટ પર દોડશે - Starting amts buses from tomorrow

આવતીકાલથી એટલે કે, 1 જૂનથી 70 દિવસ બાદ અમદાવાદ શહેરમાં AMTS અને BRTS બસ દોડતી થશે. બસો દોડાવવા માટે ગ્રીન સિગ્નલ મળી જતા તંત્ર દ્વારા આ માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં સેનેટાઇઝની કામગીરી કરવામાં આવી હતી. સાથે સાથે પ્રવાસીઓ વચ્ચે યોગ્ય અંતર જળવાઈ રહે તે માટે માર્કિંગ પણ કરવામાં આવ્યું હતું.

અનલોક 1માં AMTSની  350 બસ 61 રૂટ પર આવતીકાલથી દોડશે
અનલોક 1માં AMTSની 350 બસ 61 રૂટ પર આવતીકાલથી દોડશે

By

Published : May 31, 2020, 9:00 PM IST

અમદાવાદ: શહેરમાં સામાન્ય દિવસોમાં 700 AMTS બસ ચાલતી હતી. હવે તની તુલનાએ 50 ટકા એટલે કે 350 બસ જ દોડશે. બસમાં કેપેસિટી કરતા અડધા જ એટલે કે 16 મુસાફરો બેસી શકશે. 125 રૂટમાંથી 61 રૂટ ચાલુ કરાશે. એક અઠવાડિયા સુધી પૂર્વની પશ્ચિમ અને પશ્ચિમની બસો પૂર્વમાં નહી જાય. નવ વાગ્યે કર્ફ્યુ અમલમાં આવતો હોવાથી બસ સેવા સવારે 7થી સાંજના 7 સુધી દોડશે. પ્રવાસીઓ, ડ્રાઈવર, કન્ડક્ટર માટે માસ્ક ફરજિયાત રહેશે. બધા જ બસ મથકો પર નહીં પરંતુ મુખ્ય મથકો પર સેનેટાઇઝરની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે. એક બસમાં 16 મુસાફરો બેસી શકશે. નક્કી કરાયેલા રૂટ પર બસ સવારના 6થી રાત્રના 8 સુધી દોડશે.

ABOUT THE AUTHOR

...view details