રાજસ્થાનમાં ૮૫ % હિસ્સો સુકાતો જાય છે અને રાજસ્થાનની યોજના યમુના અને સાબરમતી લીનક છે. આ યોજના ૧૯૮૦ના સમયથી તૈયાર છે, પરંતુ હજુ સુધી કામ શરૂ થયું નથી. આ યોજના શરૂ થાય તો રાજસ્થાનના ૪૫,૦૦૦ ગામોને પાણી મળશે સાથે સાથે ગુજરાતને પણ મોટો ફાયદો થશે. ગુજરાતની ૫૯૦ લુણી નદીની નહેર છે, તેમાં પણ પાણી મળશે. આ શરૂ કરવા માટેનું અભિયાન નીલમ ગોયલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સરકાર પાસેથી એક પણ રૂપિયાની સહાય મેળવ્યા વિના નીલા ગોયલ આ અભિયાન શરુ કરી રહ્યાં છે.
યમુનાનું પાણી ગુજરાત અને રાજસ્થાનને મળે તે માટે અભિયાન શરૂ
અમદાવાદ: ગુજરાત તેમજ રાજસ્થાનનાં અનેક ગામડાઓને યમુના નદીનું પાણી મળી રહે તેમજ બેરોજગાર લોકોને રોજગારી મળી રહે તે અર્થે જનજાગૃતિ માટે પરમાણું સહેલી તરીકે જાણીતી ડૉ. નીલમ ગોયલ નામની મહિલાએ અભિયાન શરૂ કર્યું છે. આ મહિલા દ્વારા ગુજરાતનાં અનેક ગામડાઓમાં લોકો જાગૃત થાય તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
Yamuna
આ અભિયાનથી પાણી તથા વીજળીની અછત દુર થશે. જે યોજનાનો લોકો વિરોધ કરી રહ્યાં છે તે યોજના અંગે ગામે-ગામે ફરીને લોકોને યોજનાથી થનારા ફાયદા વિશે સમજાવવામાં આવશે. લગભગ ૨ કરોડ લોકોને પરમનું સહેલી જનજાગૃત મંચ દ્વારા ડૉ.નીલમ ગોયલ દ્વારા જાગૃત કરવામાં આવશે.