- ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
- ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા બાદ લેવાશે નિર્ણય
- થોડા જ સમયમાં સરકાર કરી શકે છે નિર્ણય
અમદાવાદ: રાજ્યમાં કોરોના મહામારીને લઈને ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે, સરકાર દ્વારા રિપીટર વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરવામાં આવ્યો નથી. ત્યારે, ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ બાબતને ધ્યાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ન્યાયની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:પરીક્ષા રદ્દ, પ્રવેશ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝાયા
વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળા પ્રવેશને લઈને મુઝવણમાં
રાજ્યમાં ધોરણ 10માં 12.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં 5.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થી છે. જેમાંથી, ધોરણ 10માં રેગ્યુલર 8.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે, 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જ્યારે, ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓ માટે પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલ સરકાર ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન આપેલા વિદ્યાર્થીઓને કઈ રીતે પરિણામ આપવું તથા કઈ રીતે આગળ પ્રવેશ આપવો તેને લઈને મુઝવણમાં છે. આ તકે, રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં તો આવ્યું છે. પરંતુ, આગળ કઈ રીતે લઈ જવા તે અંગે હજુ નિર્ણય કર્યો નથી. આ સાથે, પરિણામ અને પ્રવેશ અંગે વ્યવસ્થા અને નિર્ણય કરવામાં આવશે તે બાદ જ રીપીટર વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરવામાં આવશે.
આ પણ વાંચો:રાજ્ય સરકારના માસ પ્રમોશનના નિર્ણયથી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ નાખૂશ
રેગ્યુલર વિદ્યાર્થીઓના નિર્ણય બાદ રિપીટર વિદ્યાર્થીઓ માટે નિર્ણય
શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા વિચારણ તો કરે છે. પરંતુ, અત્યારે રેગ્યુલર વિદ્યાર્થીઓ દર વર્ષ કરતા વધુ સંખ્યામાં પાસ કરવામાં થશે એટલા માટે સ્કૂલોમાં 6 લાખ જેટલા વિદ્યાર્થીઓની સામે અત્યારે 8.50 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 10માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે, અન્ય કેટલાક વિદ્યાર્થીઓ ડિગ્રી ડિપ્લોમા એડમિશન મેળવશે. પરંતુ, અન્ય વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલમાં એડમિશન લેશે એ પહેલા સ્કૂલમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેથી કોઈ વિદ્યાર્થી એડમિશન વિના રહી જાય નહી. રેગ્યુલર વિદ્યાર્થીઓના નિર્ણય બાદ સરકાર રિપીટર વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેશે તેવું આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત, અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠન રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. પરંતુ, રિપીટર વિદ્યાર્થીઓ માટે કોઈ પ્રકારનો નિર્ણય ન લેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એક ચિંતાનો વિષય બન્યો છે.