ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં ઠપ થયેલા ધંધા-રોજગાર ફરી ધમધમશે, પોતાની કર્મ ભૂમિ પર પરત ફર્યા શ્રમિક - કર્મ ભૂમિ

રાજ્યના ઉદ્યોગ જગત માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. લોકડાઉન દરમિયાન વતનમાં પહોંચેલા શ્રમિકો હવે પરત આવી રહ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન પર સ્પેશિયલ ટ્રેનમાં પરત ફરી રહ્યા છે. ઓરિસ્સા, બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહારથી પરત આવી રહ્યા છે. આ શ્રમિકો 10થી 15 લોકોના જૂથમાં પરત અમદાવાદ આવી રહ્યા છે.

શ્રમિકો
શ્રમિકો

By

Published : Jun 29, 2020, 7:04 PM IST

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે લોકડાઉન જાહેર થતા રાજ્યના તમામ ઉદ્યોગ-ધંધા બંધ થઇ રહ્યા હતા. જેને કારણે લાખોની સંખ્યામાં બેરોજગાર થયેલા શ્રમિકો પોતાના વતન તરફ પાછા ફર્યા હતા, પરંતુ હવે અનલોક-01 જાહેર થયા બાદ રોજગાર ધંધા ફરીથી શરૂ થતા આ શ્રમિકો રોજગાર માટે વતનથી પરત ફરવા લાગ્યા છે.

ક્યા રાજ્યોમાંથી આવી રહ્યા છે શ્રમિકો

  • પશ્ચિમ બંગાળ
  • બિહાર
  • ઉત્તર પ્રદેશ
  • મધ્ય પ્રદેશ
  • ઓડિશા
    પરપ્રાંતીઓ હવે જન્મ ભૂમિ છોડીને ફરીથી કર્મ ભૂમિ તરફ પરત ફરી રહ્યા છે

પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશ ગયેલા શ્રમિકો પરત ફરતા જૂનના અંતિમ દિવસોમાં તેમજ જુલાઈના પ્રથમ અને દ્વિતીય સપ્તાહ દરમિયાન અમદાવાદ આવતી તમામ ટ્રેનો હાઉસફૂલ જોવા મળે તેવી શક્યતા છે.

હાલ ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખી રેલવે વિભાગ દ્વારા જુલાઈમાં કેટલીક વિશેષ ટ્રેનો દોડાવવામાં માટેનો નિર્ણય લેવામાં આવી શકે છે. દેશમાં લોકડાઉન બાદ અમદાવાદ સહિત દેશભરમાં વિશેષ ટ્રેનો દોડાવી આ શ્રમિકોએ વતન પહોંચાડવામાં આવ્યા હતા, ફક્ત અમદાવાદથી જ 600 અને રાજ્યમાંથી 1200થી વધુ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી.

રેલવે વિભાગના અધિકારી સાથે ઈટીવી ભારતની ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હવે અનલોક જાહેર થયા બાદ રાજ્યમાં ઉદ્યોગ ધંધા ફરીથી શરૂ થઈ રહ્યા છે ત્યારે શ્રમિકો મોટી સંખ્યામાં પરત ગુજરાત આવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખી છેલ્લા એક સપ્તાહથી શ્રમિકોમાં ધરખમ વધારો થતા રેલવે વિભાગે આગામી દિવસોમાં વિશેષ ટ્રેનો દોડાવવામાં આવે તેવી શક્યતા છે.

જો કે, શ્રમિકો પરત આવતા ઠપ થઈ ગયેલા ઉદ્યોગો ફરી શરૂ થશે અને ગુજરાત રાજ્ય ફરી ધમધમતું થશે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી પરપ્રાંતિયો પરત ફરીને ઉદ્યોગ તરફ જઈ રહ્યા છે, એટલે કે પરપ્રાંતીઓ હવે જન્મ ભૂમિ છોડીને ફરીથી કર્મ ભૂમિ તરફ પરત ફરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details