આ દિવસે પ્રભુ ઈસુ એ સમાજના કલ્યાણ અર્થે તેમણે પોતાનો જીવ કુરબાન કર્યો હતો અને સમગ્ર માનવજાત પર કલ્યાણ કરતા તેના અંતિમ શબ્દો હતા કે હે પ્રભુ તુ આ લોકોને માફ કરજે તેમને ખબર નથી કે તેઓ શું કરવા જઈ રહ્યા છે.
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગુડ ફ્રાઇડેની ધામધૂમથી ઉજવણી કરાઈ - Gujarat
અમદાવાદ: આજે ગુડ ફ્રાઈડે એટલે કે ખ્રિસ્તી સમુદાયના પ્રભુ ઇસુનો મૃત્યુ દિવસ અમદાવાદની સેન્ટ ઝેવિયસ સ્કુલ ખાતે ગુડફાઈડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખ્રિસ્તી સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સ્પોટ ફોટો
આમ પ્રભુ ઈસુએ સત્ય માટે પોતાનું બલિદાન આપ્યું હતું. તો આ સાથે જ તેમણે સમગ્ર માનવજાત માટે એક શાંતિનો સંદેશ પણ આપ્યો હતો. તે દિવસ ફ્રાઇડે હતો તેથી તેને ગુડફાઇડે તરીકે ઓળખવામાં આવે છે. ગુડ ફ્રાઈડેની ઉજવણીના ભાગરૂપે શાળામાં પ્રભુ ઈસુના મૃત્યુ સમયની સમગ્ર ઘટનાને નાટ્યરૂપાંતર કરવામાં આવ્યું હતું.