ST વિભાગને નુકશાન અંગેની જાણકારી આપતા GSRTCના એમ.ડી. સોનલ મિશ્રાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર જતી તમામ બસોને રદ કરવામાં આવી હતી. આમ છેલ્લા બે દિવસમાં કુલ 4443 જેટલી ટ્રીપો રદ કરવામાં આવી હતી. જેને કારણે કુલ 18.50 લાખનું નુકશાન થયું છે. જ્યારે મુસાફરો દ્વારા અગાઉ કરાયેલા રીર્ઝવેશન પણ રદ કરવામાં આવ્યા હતા.
વાયુ વાવાઝોડાની અસરના ભાગરૂપે ST વિભાગને બે દિવસમાં 25 લાખનું નુકસાન
અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયા કિનારે વાયુ નામનું વાવાઝોડું 13 અને 14 જૂને ત્રાટકવાનું હતું. જેને લઇને ગુજરાત સરકારના તમામ વિભાગો દ્વારા સાવચેતીના પગલા ભરવામાં આવ્યા હતા. આ સાવચેતીના પગલા રૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યના તમામ ST ડેપો પરથી સૌરાષ્ટ્ર તરફ જતી તમામ બસોને રદ કરવામાં આવી હતી. જેને લઇને છેલ્લા બે દિવસમાં ST વિભાગને કુલ 25 લાખ જેટલું નુકશાન થયુ છે.
ST વિભાગ દ્વારા તમામ મુસાફરોને ઓનલાઇન રીપેમેન્ટ કરી દેવામાં આવ્યું છે. એક પણ મુસાફરોનુ પેમેન્ટ રોકવામાં આવ્યુ નથી. જે રીઝર્વેશન રદ કરવામાં આવ્યું હતું, તે તમામ મુસાફરોને ટીકીટની પરત ચૂકવણી કરવામાં આવી છે. આમ રીઝર્વેશનમાં કુલ 7.5 લાખનું પેમેન્ટ મુસાફરોને આપવામાં આવ્યું છે. આમ છેલ્લા બે દિવસમાં ST વિભાગને કુલ 25 લાખ જેટલું નુકશાન થયુ છે.
જ્યારે ST વિભાગની બસોને રાજ્યના દરિયા કિનારા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત વિસ્તારમાં ખસેડવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે દિવસમાં વાયુ ચક્રવાતથી બચવા માટે કુલ 3 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.