ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં રાત્રે નવ વાગ્યા પછી શહેરમાં ST બસ નહીં પ્રવેશી શકે - અમદાવાદમાં કર્ફ્યુ

અમદાવાદમાં કોરોના વકરતા સરકારે શુક્રવારે રાતના નવ વાગ્યાથી એસટી સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે રાતના નવ કલાક પછી એસટી બસો અમદાવાદમાં નહી પ્રવેશી શકે અને બહાર પણ નહીં જઈ શકે. આગામી નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી આ નિર્ણય અમલી રહેશે.

Etv Bharat, Gujarati News, Ahmedabad News
અમદાવાદમાં રાત્રે નવ વાગ્યા પછી શહેરમાં ST બસ નહીં પ્રવેશી શકે

By

Published : Nov 21, 2020, 9:00 AM IST

  • શહેરમાંથી રાત્રે ઉપડતી લગભગ 350 જેટલી બસો બંધ કરાઈ
  • વિવિધ એસટી સ્ટેન્ડ પર ભારે ધસારો
  • લોકડાઉનના ભય હેઠળ લોકો વતન જવા થયા રવાના

અમદાવાદઃ શહેરમાં રાત્રિ કરફ્યુ આગામી સૂચના મળે નહીં ત્યાં સુધી જારી રહેવાનો હોવાથી દરરોજે વડોદરાથી અમદાવાદ આવતી 250 બસ બંધ થઈ શકે છે. વડોદરાથી અમદાવાદ દરરોજે 800 બસ આવે છે. સોમવારથી સાંજે છથી સવારના છ કલાક સુધી વડોદરાથી અમદાવાદ જતી એસટી બંધ કરવામાં આવશે. 23મી તારીખ પછી અમદાવાદને જોડતા એસટીના રુટ રિશેડ્યુલ કરવામાં આવશે.

આ સિવાય સુરતથી પણ અમદાવાદ જતી બસો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ આવતી જતી અને નાઇટ હોલ્ટ કરતી એટલે કે રાત્રિ રોકાણ કરતી કુલ 3,700થી વધુ બસો હોય છે. આ સિવાય અમદાવાદમાં કરફ્યુના લીધે અમદાવાદથી ઉપડતી પોઇન્ટની બસો પણ નહીં ઉતરે. સરકારના આ નિર્ણયના પગલે અમદાવાદના ગીતામંદિર એસટી સ્ટેશન પર યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો. તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા હતા. અમદાવાદ આવેલા લોકોએ રીતસર પરત ફરવા માટે ગીતામંદિર સહિતના મોટા એસટી સ્ટેન્ડ્સ તરફ દોટ લગાવી હતી.

અમદાવાદમાં રાત્રે નવ વાગ્યા પછી શહેરમાં ST બસ નહીં પ્રવેશી શકે

અમદાવાદમાં આજ રાત્રે 9થી ST બસના પ્રવેશ પર પ્રતિબંધ અમલી બનશે

તેના પગલે અમદાવાદના ગીતામંદિર સાથેના વિવિધ એસટી સ્ટેન્ડ પર ભારે ધસારો જોવા મળ્યો હતો. તેની સાથે નિયમોના પાલનની વાત તો દૂર પણ નિયમ જેવું જ કશું દેખાતું ન હતું. આ સંજોગોના કોરોના ફેલાતો ક્યાંથી અટકે. આ રીતે એસટીમાં જનારા પ્રવાસીઓ જ્યાં-જ્યાં પણ જાય તે પોતાના વિસ્તારમાં સુપરસ્પ્રેડર બની શકે છે. દિવાળીના તહેવાર પછી અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થવાથી પરિસ્થિતિ વધારે ગંભીર થઈ છે. સરકારે આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને શુક્રવારે રાતે નવ વાગ્યાથી 23મીએ સોમવારે સવારે છ કલાક સુધીના 57 કલાકના કરફ્યુની જાહેરાત કરી છે. તેના પછી સરકારે ગઈકાલે 23મીથી શાળા કોલેજો શરૂ કરવાની હતી, તે નિર્ણય પર બદલતા શાળા કોલેજોને આગળ જાહેરાત થાય નહીં ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. આના પછી હવે શહેરમાં આજ રાતથી સોમવાર સવાર સુધી ST બસની સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાત્રે નવ કલાક પછી શહેરમાં ST બસ નહીં પ્રવેશી શકે.

અમદાવાદમાં રાત્રે ઉપડતી લગભગ 350 જેટલી બસો બંધ રાખવાનો નિર્ણય

STના અમદાવાદમાં પ્રવેશ પરના પ્રતિબંધના સમાચારને અમદાવાદ STના ડેપો મેનેજર એચ.એન. દવેએ સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, શુક્રવારથી કરફ્યુને લઈને અમદાવાદમાં એસટીના આવાગમન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય બહારગામથી અમદાવાદ થઈને જતી ST બસો હવે અમદાવાદ બાયપાસ થઈને જશે. અમદાવાદમાં રાત્રે ઉપડતી લગભગ 350 જેટલી બસો બંધ રાખવાનો નિર્ણય પણ એસટી વિભાગે લીધો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કેસો વધતા સાવચેતીના ભાગરૂપે દસક્રોઈની બારેજા નગરપાલિકાએ 21 થી 30 નવેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. અમદાવાદમાં આ પહેલા સ્થિતિ સુધરતા પહેલી ઓગસ્ટે કરફ્યુ હટાવવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details