ગુજરાત

gujarat

ETV Bharat / state

SSC Exam Result 2023: મનીષ દોષીના પ્રહાર, ક્લાસમાં શિક્ષકો જ નથી તો ક્યાંથી ભણશે ગુજરાત? - SSC Exam Result

ગુજરાતમાં ધોરણ 10નું પરિણામ આવી ગયું છે. જેને લઇને કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષ દોશીએ વિદ્યાર્થીઓને અંભિનંદન આપ્યા છે. આ સાથે ગુજરાતના શિક્ષણની ચિંતા પણ કરી છે. મનીષ દોશીએ કહ્યું કે, રાજ્યમાં આદિવાસી વિસ્તારમાં પરિણામ ખૂબ ઓછું જે ચિંતાનો વિષય છે. વર્ગખંડમાં શિક્ષક જ ના હોય તો કેવી રીતે ભણશે ગુજરાત.

Manish Doshi: રાજ્યમાં આદિવાસી વિસ્તારમાં પરિણામ ખૂબ ઓછું જે ચિંતાનો વિષય: મનીષ દોશી
Manish Doshi: રાજ્યમાં આદિવાસી વિસ્તારમાં પરિણામ ખૂબ ઓછું જે ચિંતાનો વિષય: મનીષ દોશી

By

Published : May 25, 2023, 11:43 AM IST

રાજ્યમાં આદિવાસી વિસ્તારમાં પરિણામ ખૂબ ઓછું જે ચિંતાનો વિષય: મનીષ દોશી

અમદાવાદ:ધોરણ 10નાં પરિણામ આજે જાહેર થઈ ગયું છે. જેમાં રાજ્યનું કુલ પરિણામ 64.62 આવ્યું છે. ગુજરાતના ધોરણ 10 વિધાથીઓ કાગડોળે પરિણામની રાહનો અંત આવ્યો છે. આજે સવારા 8:00 પરિણામ આવી ગયું છે. આ પરિણામને લઇને કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષ દોશીની પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં આદિવાસી વિસ્તારમાં પરિણામ ખૂબ ઓછું જે ચિંતાનો વિષય કહી શકાય.

મનીષ દોશીની પ્રતિક્રિયા: રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે સ્વ મૂલ્યાંકન કરવું જોઈએ. રાજ્યમાં શિક્ષકોની અછતના મુદ્દાને સરકાર ગંભીરતાથી લે. આજે રાજ્યમાં ગણિત સહિતના વિષયોના શિક્ષકની અછત છે. આ પરિસ્થિતિમાં કેવી રીતે ભણશે ગુજરાત? રાજ્યની 157 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ શૂન્ય ટકા પરિણામ વાળી શાળા વધી છે. 6111 વિદ્યાર્થીઓએ A1 અને 44480 વિદ્યાર્થીને A2 ગ્રેડ મળ્યો છે. પરિણામમાં ફરીથી વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીઓનું 59.58 ટકા, વિદ્યાર્થિનીઓનું 70.62 ટકા પરિણામ આવ્યું છે.

માતૃભાષામાં વિધાર્થીઓ નાપાસઃગુજરાત સરકાર એક તરફ તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત કરી રહી છે. વિધાનસભામાં પણ ફરજિયાત ગુજરાતી ભાષા ભણવા માટેનું બિલ પણ રજૂ કર્યું છે. ધોરણ 10 નું બોર્ડનું પરિણામ જાહેર થતાં ગુજરાતીમાં જ 97,586 જેટલા વિદ્યાર્થીઓ નપાસ થયા છે. ગુજરાત સરકારના શિક્ષણ બોર્ડ દ્વારા અપાયેલ વિગતો મુજબ ગુજરાતી ભાષામાં કુલ 6,31,526 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જેમાંથી 6,25,290 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 5,29,004 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 97,586 જેટલા વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીમાં જ નપાસ થયા છે.

કેટલા વિદ્યાર્થીઓઃઆ વખતેની કસોટીમાં કુલ 681 ગેરરીતિના કેસ બન્યા હતા. જેને સીસીટીવી ફૂટેજના અનુસંધાને નોંધવામાં આવ્યા હતા. આ વર્ષે પહેલી વખત ધો.12 કોમર્સના પરિણામ બાદ દસમા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. હવે પછીથી પરિણામની નકલ જે તે શાળાઓને પહોંચાડવામાં આવશે. હાલમાં માત્ર ઓનલાઈન પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 734898 પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપી હતી. 474893 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 64.62 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા.

ગ્રેડનું વિશ્લેષણઃ સૌથી વધારે પરિણામ ધરાવતા જિલ્લામાં સુરત જિલ્લો પ્રથમ ક્રમે છે.જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતા જિલ્લામાં દાહોદ જિલ્લો છે. જ્યારે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા રાજ્યમાં 272 છે. જ્યારે 30થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1084 છે. A2 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 44480 છે. જ્યારે B1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 86611 છે. B2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 127652 છે. જ્યારે C1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 139248 છે. જ્યારે D ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 3412 છે. જ્યારે E1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 6 છે.

  1. કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સીએમ રૂપાણીને લખ્યો પત્ર, કોરોનાને અટકાવવા આપ્યા સૂચનો
  2. ઇટીવી ભારતની બાપુને અનોખી શ્રદ્ધાંજલિ, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ટ્વીટ કરીને બિરદાવી
  3. Manish Doshi: વિવિધ વિભાગોમાં ખાલી જગ્યા પર ભરતી ન થતાં મનીષ દોશીએ સરકાર પર કર્યા પ્રહાર

ABOUT THE AUTHOR

...view details