અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં લેવાયેલ પરિક્ષાનું ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 64.62 ટકા જેટલું પરિણામ આવ્યું છે . આ પરીક્ષામાં 741411 જેટલા નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષાઓ માટે નોંધણી કરી હતી. જેમાંથી 734898 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી 474893 વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે છે. રાજ્યમાં 958 કેન્દ્ર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા કેન્દ્ર 95.92 ટકા પરિણામ જ્યારે સૌથી ઓછું નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્ર 11.94% પરિણામ આવ્યું છે.
અમદાવાદ જિલ્લાનું પરિણામ:ધોરણ 10નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 47,648 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 47,387 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં A1 ધરાવતા વિદ્યાર્થીઓ 326 , A2 ગ્રેડ 3130 વિદ્યાર્થીઓ B1 ગ્રેડ ધરાવતા 5994, B2 ગ્રેડ ધરાવતા 8,402 વિદ્યાર્થીઓ, C1 ગ્રેટ ધરાવતા 8541 વિદ્યાર્થીઓ, C2 ગ્રેડ ધરાવતા 8,320 વિદ્યાર્થીઓ અને D ગ્રેડ ધરાવતા 202 નોંધાયા છે.
અમદાવાદ ગ્રામ્યનું પરિણામ:અમદાવાદ શહેર કરતા અમદાવાદ ગ્રામીણનું પરિણામ આ વર્ષે વધુ જોવા મળી રહ્યું છે. ધોરણ 10ની પરીક્ષા આપવા માટે 37,502 જેટલા વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 37,246 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં અમદાવાદ ગ્રામ્યમાં A1 ધરાવતા વિદ્યાર્થીઓ 293 , A2 ગ્રેડ 2411 વિદ્યાર્થીઓ B1 ગ્રેડ ધરાવતા 4626, B2 ગ્રેડ ધરાવતા 6540 વિદ્યાર્થીઓ, C1 ગ્રેટ ધરાવતા 7008, વિદ્યાર્થીઓ, C2 ગ્રેડ ધરાવતા 3243 વિદ્યાર્થીઓ અને D ગ્રેડ ધરાવતા 170 નોંધાયા છે.
0 ટકા ધરાવતી શાળામાં વધારો: ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં ગત વર્ષની સરખામણીએ વધારો જોવા મળી રહ્યો છે. જે ખરેખર ચિંતાનો વિષય ગણી શકાય છે. માર્ચ 2022માં 5 શાળાઓમાં 0 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે 2030 માં આઠ શાળાનું પરિણામ 0 ટકા આવી છે. જ્યારે 100 ટકા પરિણામ ધરાવતી શાળામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. માર્ચ 2022માં 5 જેટલી શાળાઓમાં 100 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે માર્ચ 2023માં માત્ર 3 જ શાળામાં 100 ટકા પરિણામ આવ્યું છે.
કાંકરિયા કેન્દ્રનું સૌથી ઊંચું પરિણામ: અમદાવાદ શહેરના વિવિધ કેન્દ્રની વાત કરવામાં આવે તો સૌથી વધુ કાંકરિયા કેન્દ્રનું પરિણામ 93.69 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ શાહપુર કેન્દ્રનું 46.14 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં નવા નરોડા 79.50 ટકા સૌથી વધુ પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દેત્રોજમાં 28.57 ટકા પરિણામ આવ્યું છે. જોકે પરિણામ મોટા ભાગે વિદ્યાર્થીઓનું મનગમતું આવ્યું છે.
- SSC Exam Result 2023: ગુજરાતીમાં 97,586 અને ગણિતમાં 1,93,624 વિધાર્થીઓ નાપાસ
- SSC Exam Result: તારીખ 25 મેના ગુરુવારે SSCનું પરિણામ, સવારે 8 વાગ્યાથી ઓનલાઈન જોઈ શકાશે
- SSC Exam Result 2023: ધો.10ની પરીક્ષાનું પરિણામ જાહેર, કુલ 64.62 ટકા પરિણામ