અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પહેલીવાર ધોરણ 12ના સામાન્ય પ્રવાહની પહેલા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યનું પરિણામ 65.62 ટકા આવ્યું છે. જ્યારે રાજ્યમાંથી 6111 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે. બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું પરિણામ રાજ્યમાં સૌથી વધુ 95.92 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્ર 40.75 ટકા પરિણામ આવ્યું છે. પરંતુ આ બધા વચ્ચે અમદાવાદમાં મજૂરીકામ કરતા પરિવારની દીકરી 88 ટકા લાવીને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.
હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. મારી માતા સિલાઈ કામ કરે છે અને પિતા કડીયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ગુજરાન ચાલવીને મને મારી બહેનને ભણાવી છે. મારી બહેન હાલમાં કોલેજ કરી રહી છે. જ્યારે હું તેમની મદદથી હું 88 ટકા લાવી શકી છું. હું આગળ અભ્યાસ કરી મારા માતા-પિતા સપનું પૂરું કરવામાં માંગુ છું.- સાંકડીયા દીક્ષિતા વિદ્યાર્થીની)
સફળતા પાછળની વાત :વધુમાં જણાવ્યું હતું કે, દરેક વિષયને યોગ્ય ભાર આપી શકાય તે માટે એક ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું હતું. જે ટાઈમ ટેબલ પ્રમાણે શાળાનો સમય, ટ્યુશનનો સમય અને એક્સ્ટ્રા વાંચન માટે સમય આ ત્રણેયને અનુકૂળ રાખીને ટાઈમ ટેબલ પ્રમાણે સતત મહેનત કરી હતી. જેના કારણે આટલું સારું પરિણામ લાવી શકી છું. જેમ જેમ પરીક્ષા નજીક આવતી ગઈ તેમ તેમ જુના પેપરોનું પણ સોલ્યુશન કર્યું હતું. શરૂઆતના પેપરમાં બોર્ડની પરીક્ષાનો એક ડર જોવા મળતો હતો. કારણ કે, પહેલી વખત બોર્ડની પરીક્ષા આપી રહ્યા હતા, પરંતુ શરૂઆતના બે પેપર બાદ ડર ઓછો થયો પરંતુ સતત મહેનત હોવાને કારણે લખી શકી અને સારું પરિણામ આવ્યું છે. દરેક વિષયની યોગ્ય ન્યાય આપી રહી હતી, પરંતુ ગણિત અને વિજ્ઞાનના પેપરમાં વધારે ભાર આપ્યો હતો.