ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime News : અમદાવાદના નરોડામાં એસઆરપી જવાન ચેઈન સ્નેચિંગ કરતો ઝડપાયો - એસઆરપી જવાન ચેઈન સ્નેચિંગ કરતો ઝડપાયો

અમદાવાદના નરોડામાં એસઆરપી જવાબ ચેઈન સ્નેચિંગ કરતા ઝડપાયો છે જેની ફરિયાદને આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. દેણું થઈ ગયું હોવાથી રૂપિયાની જરૂર હોવાથી તેને તાત્કાલિક રૂપિયા મેળવવા શોર્ટકટ અપનાવ્યો હતો પણ પોલીસને હાથે પકડાઈ ગયો.

srp-jawan-caught-chain-snatching-in-narod-ahmedabad
srp-jawan-caught-chain-snatching-in-narod-ahmedabad

By

Published : Apr 7, 2023, 9:59 PM IST

Updated : Apr 7, 2023, 10:11 PM IST

એસઆરપી જવાન ચેઈન સ્નેચિંગ કરતો ઝડપાયો

અમદાવાદ:અમદાવાદના નરોડામાં એસઆરપી જવાન ચેઇન સ્નેચિંગ કરતા પોલીસે ફરિયાદ નોંધી છે. ઝડપાયેલા એસ.આર.પી જવાન અમિત પરમાર પ્રાંતિજ ગામે રહે છે અને ત્યાં એસ.આર.પી પોલીસ ખાતામાં પોલીસ કોન્સ્ટેબલ ખાતે નોકરી કરે છે. અમિત પરમારે અમદાવાદના નરોડા વિસ્તારમાં ચેઇન સનેચીંગની ઘટનાને અંજામ આવ્યો હતો જેની ફરિયાદને આધારે તેની ધરપકડ કરવામાં આવી છે.

અમિત પરમારની ધરપકડ:અમદાવાદ નરોડા વિસ્તારમાં રાજચંદ્ર સોસાયટી બહાર એક મહિલા જઈ રહ્યા હતા ત્યારે એસ.આર.પી જવાન અમિત પરમારે મહિલાની એકલતાનો લાભ ઉઠાવી મોઢે રૂમાલ બાંધી મહિલાનો પીછો કર્યો હતો. બાદમાં તેના ગળામાં પહેરેલો સોનાનો ચેઈન ઝૂંટવી ભાગ્યો હતો. જોકે મહિલાએ બૂમાબૂમ કરતા લોકો એકઠા થઇ ગયા હતા ચેઇન ઝૂંટવીને ભાગી રહેલા અમિતને પકડી પડ્યો હતો. ત્યાંથી પસાર થયા ટ્રાફીક પોલીસના જવાને પોલીસને જાણ કરતા પોલીસે મહિલાની ફરિયાદને આધારે અમિત પરમારની ધરપકડ કરી હતી.

દેણું ચૂકવવા કર્યો ગુનો:પોલીસે એસ.આર.પી માં પોલીસ કોન્સ્ટેબલ અમિત પરમારની પૂછપરછ કરતાં ચોકાવનારી વિગતો સામે આવી હતી. અમિત પરમાર પોતાની નોકરીમાં ત્રણ દિવસની રજા મુકીને ચેઇન સનેચિગ કરવા અમદાવાદ આવ્યો હતો. અમિતને દેણું થઈ ગયું હોવાથી રૂપિયાની જરૂર હોવાથી તેને તાત્કાલિક રૂપિયા મેળવવા શોર્ટકટ અપનાવ્યો હતો પણ પોલીસને હાથે પકડાઈ ગયો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમિત પરમાર પર ભૂતકાળમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

આ પણ વાંચોSurat crime news: સોશિયલ મીડિયા પર કામરેજ પોલીસને પડકાર ફેંકનાર ઇસમની પોલીસ સ્ટેશનમાં હવા નીકળી ગઈ

નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે ભાટિયાએ જણાવ્યુંહતું કે મહિલા પોતાની સોસાયટીની બહાર નીકળતા ઘટના બનવા પામી હતી અને ત્યારબાદ ચેઇન સ્નેચિંગ કરનારને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન લાવ્યા બાદ ખબર પડી કે ગુનો કરનાર એસઆરપી જવાન છે. હાલ અમિત પરમાર ત્રણ દિવસની રજા પર છે. સમગ્ર મામલે વધુ તપાસ હાલ ચાલુ છે.

આ પણ વાંચોSurat crime news: માત્ર 70 સેકન્ડમાં તસ્કરોએ પાનના ગલ્લાનું કેબીન ચોરી કરી ફરાર થઈ ગયા

વધુ પૂછપરછ ચાલુ: હાલ તો પોલીસે મહિલાની ફરિયાદને આધારે અમિત પરમારની ધરપકડ કરી છે. જોકે પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે આરોપી અમિતે અગાઉ કોઈ આવી ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ. જો અમિત ત્રણ દિવસ અમદાવાદ આવ્યો હોય તો કોઈ મોટી ચોરી કે લૂટ જેવી ઘટનાને અંજામ આપવાનો પ્લાન હતો કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.

Last Updated : Apr 7, 2023, 10:11 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details