ગુજરાત

gujarat

ETV Bharat / state

Spices Price hike: મોંઘવારીનો માર મસાલા પર, ભાવમાં વધારો થતાં રસોઈનો સ્વાદ ખોરવાયો - Price hike in Spice

રસોઈમાં ઉપયોગ લેવામાં આવતા મસાલાના ભાવમાં ભારે વધારો (Spice used in cooking)થયો છે. કમોસમી વરસાદ થતાં પાકને નુકશાન અને નિકાસમાં વધારો થતા ચીજવસ્તુના ભાવમાં વધારો થયો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. રસોઈમાં વપરાતા મસાલામાં 50 થી 60 ટકાનો ભાવ વધારો થયો છે.

Spices Price hike: મોંઘવારીનો માર મસાલા પર, ભાવમાં વધારો થતાં રસોઈનો સ્વાદ ખોરવાયો
Spices Price hike: મોંઘવારીનો માર મસાલા પર, ભાવમાં વધારો થતાં રસોઈનો સ્વાદ ખોરવાયો

By

Published : Apr 23, 2022, 2:26 PM IST

Updated : Apr 23, 2022, 3:18 PM IST

અમદાવાદ : ગત વર્ષ કરતા રસોઈમાં ઉપયોગ લેવામાં આવતા મસાલાના ભાવમાં ભારે (Increase the price of cooking spice)વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે ગૃહિણીઓ જે આખા વર્ષનો મસાલા સાથે લેતા હતા. તે હવે ક્યાંકને કયાંક ઓછા ભરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ વર્ષે કમોસમી વરસાદ થતાં અનેક પાકને નુકશાન થયું હતું. હાલ જીવન જરૂરિયાતની વસ્તુમાં (Spice used in cooking)ભાવ વધારો જોવા મળી રહ્યોં છે. સાથે સાથે દેશમાં જે દર વર્ષે નિકાસ કરવામાં આવતી હતી તેમાં પણ વધારો થતાં અનેક ચીજવસ્તુના ભાવમાં વધારો (Price hike in Spice)થયો હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

માસલાના ભાવ

આ પણ વાંચોઃવડોદરામાં આરોગ્ય વિભાગની લાલ આંખ, હાથીખાના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું

કમોસમી વરસાદ થતાં ઉત્પાદન ઘટ્યું -food and FSSAI કમિટીના ચેરમેન હિરેન શાહે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગત વર્ષે તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાતમાં કમોસમી વરસાદ થતાં તૈયાર થયેલ પાકને નુકશાન થયુ હતું. જેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે નિકાસમાં ભારે વધરો થયો હોવાથી પણ મસાલામાં વધારો થવો એ કારણ હોઈ શકે છે. ગત વર્ષે ભારતમાંથી 18,500 કરોડની નિકાસ થઈ હતી જે આ વર્ષે વધીને 26,000 કરોડની આસપાસ પહોંચી ગઈ છે. જેના કારણે ભાવ વધારો થયો હોય તેવું અનુમાન કરી શકાય છે.

આ પણ વાંચોઃWorld Women's Day: જૂનાગઢના મહિલા જેઓ દેશી બિયારણોને સાચવી કરી રહ્યાં છે ઉપયોગી સેવા

વિવિધ મસાલાના ભાવો -જે મરચું ગત વર્ષે 80 થી100 રૂપિયા કિલો હતું તે આ વર્ષે 200 થી 215 ભાવ ચાલી રહ્યો છે. જયારે કાશ્મીરી મરચું કિલોના 250 થી 300 રૂપિયા હતો તે આ વર્ષે 500 થી 550 જેટલો ભાવ ચાલી રહ્યો છે. હળદર કિલોનો 80 થી 90 ભાવ હતો તે આ વર્ષે 130 થી 140 જેટલો ભાવ ચાલી રહ્યો છે. જીરું ગત વર્ષે 150 થી 160 જેટલો ભાવ હતો એ આ વર્ષે 250 થી 300 રૂપિયા પ્રતિ કિલોએ ચાલી રહ્યો છે. આ ભાવ હજુ આગામી બે થી ત્રણ મહિના સુધીમાં ઘટાડો થાય તેવું જોવા મળતું નથી.

Last Updated : Apr 23, 2022, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details