અમદાવાદ:ગુજરાત સરકાર સતત પોલીસને મળતી સવલતોમાં વધારો કરી રહી છે. કારણ કે પોલીસની સવલત વધારવામાં લોકોને જ ફાયદો મળવાનો છે. ગુજરાત પોલીસ દ્વારા VVIP બંદોબસ્ત માટે એક્સેસ કંટ્રોલ, એન્ટી સેબોટેકિંગ, બેગેજ સ્ક્રીનિંગ વગેરે માટે વિવિધ ટેકનોલોજી આધારિત સામગ્રીઓ વસાવવામાં આવી છે. તે જ રીતે ઈમરજન્સીની પરિસ્થિતિઓમાં બચાવ અને રાહતની કામગીરી માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ પણ ઊભી કરવામાં આવી છે. જેઓને જુદી જુદી પરિસ્થિતિમાં કામ કરવા સ્પેશિયલ પર્પઝ વ્હીકલ,બોટ્સ અને અન્ય સાધન સામગ્રી પણ આપવામાં આવી છે. ત્યારે હવે પોલીસને મળતી સવલતોમાં વધારો કરવામાં આવ્યો છે.
સિસ્ટમ માટેના સાધનો: વીવીઆઈપી સુરક્ષા અને ઈમરજન્સી સ્થિતિ માટે શહેર પોલીસ તેમજ જિલ્લા પોલીસના સંદેશા વ્યવહારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મોડનાઈઝેશન ઓફ પોલીસ MPF સ્કીમ હેઠળ અત્યાધુનિક મોબાઈલ કોમ્યુનિકેશન ઓફિસ વ્હીકલ વસાવવામાં આવ્યું છે. બેંગ્લોરની M/s મિસ્ટર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલ મોબાઈલ કોમ્યુનિકેશન ઓફિસ વ્હીકલ માં HF, VHF, સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ સાથેની ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન સિસ્ટમ માટેના સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ વાહન સંદેશા વ્યવહાર ઉપલબ્ધ ન હોય તેવા અંતરિયાળ વિસ્તારોમાં રિમોટ લોકેશન એટલે કે કોમ્યુનિકેશન નેટવર્ક સ્થાપિત કરી શકે છે.
વીડિયો કોન્ફરન્સ: પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પોલીસ દ્વારા આ વાહનને વીઆઈપી સુરક્ષા મેળાઓ તહેવારો અને પબ્લિક સુરક્ષા વખતે જુદી જુદી ટુકડીઓ વચ્ચે સંદેશાઓની આપ લે માટે આ વાહન ઉપયોગી પુરવાર થશે. આ વાહનમાં LED સ્ક્રીન, Ruggedised સેટેલાઈટ ફોન, facsimile, પ્રિન્ટર સ્કેનર, માસ્ક માઉન્ટેડ સીસીટીવી કેમેરા વિડીયો મેનેજમેન્ટ સિસ્ટમ પબ્લિક એડ્રેસ સિસ્ટમ વગેરે સાથેનું કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર છે અને તેની મદદથી સ્ટેટ કંટ્રોલ રૂમ ગાંધીનગર સાથે વીડિયો કોન્ફરન્સ પણ કરી શકાશે.
આ પણ વાંચો |