ગુજરાત

gujarat

ETV Bharat / state

શેરબજારમાં વિક્રમ સંવત 2076ના નવા વર્ષના તેજી સાથે મુહૂર્તના ટ્રેડિંગ, નવું વર્ષ પણ બુલિશ જ રહેવાનો આશાવાદ - અમદાવાદ સ્ટોક એક્સચેન્જ

અમદાવાદ: શેરબજારમાં વિક્રમ સંવત 2076ના નવા વર્ષના મુહૂર્તના ટ્રેડિંગ ખુબ જ ઉત્સાહજનક વાતાવરણમાં થયા હતાં. શેરબજાર ઊંચા મથાળે ગેપમાં ખુલ્યું હતું અને બ્લુચિપ શેરોમાં મુહૂર્તરૂપી નવી લેવાલી નીકળતાં શેરબજારનો ટોન તેજીમય રહ્યો હતો. સવા કલાકની મુહૂર્ત ટ્રેડિંગને અંતે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 192.14(0.49 ટકા) ઉછળી 39,250.20 બંધ રહ્યો હતો. તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ 43.25(0.37 ટકા) ઉછળી 11,627.15 બંધ થયો હતો. આગામી નવું વર્ષ કેવું રહેશે તે અંગે જાણવા માટે Etv ભારતના બ્યૂરો ચીફ ભરત પંચાલે અમદાવાદ સ્ટોક એક્સચેન્જના પૂર્વ પ્રમુખ દીપકભાઈ શાહની ખાસ મુલાકાત લીધી હતી. તો આવો જોઈએ તે એક્સક્લૂસિવ મુલાકાત…

શેરબજારમાં વિક્રમ સંવત 2076ના નવા વર્ષના તેજી સાથે મુહૂર્તના ટ્રેડિંગ

By

Published : Oct 27, 2019, 8:55 PM IST

આજે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં નવી લેવાલી આવી હતી. જેથી શેરબજારમાં ઑવરઓલ બુલિશ ટ્રેન્ડ રહ્યો હતો. આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરોમાં તાતા મોટર્સ(16.54 ટકા), યસ બેંક(4.99 ટકા), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(2.26 ટકા), વેદાન્તા(2.18 ટકા) અને ઈન્ફોસીસ ટેકનોલોજી(1.79 ટકા) રહ્યા હતાં.

શેરબજારમાં વિક્રમ સંવત 2076ના નવા વર્ષના તેજી સાથે મુહૂર્તના ટ્રેડિંગ

જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં કૉલ ઈન્ડિયા(1.29 ટકા), મારૂતિ સુઝુકી(0.78 ટકા), ભારતી એરટેલ(0.64 ટકા), એચસીએલ ટેક(0.30 ટકા) અને ટીસીએસ(0.33 ટકા) રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details