ગુજરાત

gujarat

ETV Bharat / state

પાંડવ કાલીન ભીમનાથ મહાદેવ મંદિરની પાંચ હજાર પાંચસો વર્ષ જૂની પૌરાણિક ગાથા

ધંધુકામાં 5500 વર્ષ જૂનું લીલકા નદીના તટે પાંડવ કાલીન મંદિર એટલે ભીમનાથ મહાદેવ મંદિર આવેલુ છે. જયાં ભક્તજનોનો હંમેશા ધસારો જોવા મળતો હોય છે.

ds
ds

By

Published : Jan 13, 2021, 12:06 PM IST

  • ભીમનાથ મહાદેવ દાદાનુ મંદિર 5500વર્ષ જૂનું પૌરાણિક મંદિર.
  • આ મંદીર ઉપર બાવન ગજની ધજા ચડે છે
  • સંધ્યા આરતી સમયે ધજાની ટોચ પર એક મોર રોજ આવીને બેસતો હોવાની લોકમુખે ચર્ચા
  • દર વર્ષે શ્રાવણ માસની અમાસે મોટો લોકમેળો ભરાય છે

અમદાવાદઃ પાંડવ કાલીન મંદિર એટલે ભીમનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ દાદાનું પૌરાણિક મંદિર 5500 વર્ષ જૂનું જે લીલકા નદીના તટે આવેલું છે. જે વિસ્તાર હેડંબાવન તરીકે પણ ઓળખાય છે.આ ભીમનાથ મહાદેવનું મંદિર શિખરબંધી નથી પરંતુ વરખડીનું ઝાડએ શિખર તરીકે શોભામાં અભિવૃદ્ધિ કરે છે. મંદિરમાં આવેલુ જે વરખડીનું ઝાડ છે, તેમાંથી દર વર્ષે ચૈત્ર અને વૈશાખ માસમાં ખાંડ જેવો મીઠો પ્રવાહ ઘરે છે જે દર્શનાર્થીઓ પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે.

અર્જુને પુજા કરતા શિવજી પથ્થરમાંથી થયા હતા પ્રસન્ન

કહેવાય છે કે પાંડવો જ્યારે ગુપ્તવાસમાં હતા ત્યારે ભીમનાથ ખાતે રોકાયા હતાં. અર્જુન શિવજીની પૂજા-અર્ચના કર્યા બાદ જ ભોજન ગ્રહણ કરતા હતા, અહીં કોઈ શિવજીનું મંદિર નહોતું. તેથી તે એક પથ્થરને ઉચકીને લાવી સ્થાપિત કરે છે અને ત્યારબાદ અર્જુન પથ્થરને શિવલિંગના રૂપમાં જોઇ પૂજા અર્ચના કરે છે અને અત્રે શિવલિંગ હોવાનું અન્ય ભાઈઓને વર્ણવે છે. ત્યારે ભીમ કહે છે અહીં શિવલિંગ નથી આતો મેં મૂકેલો પથ્થર છે તેની તમે સેવા-પૂજા કરી પરંતુ અર્જુન દ્વારા પૂજા અર્ચના સત્ય દ્રષ્ટિથી કરેલ તેઓ કહે છે મેં જે સેવા પૂજા કરી છે તે શિવજીને પહોંચી છે. ત્યારે ભીમ આ ખોટું હોવાનું જણાવે છે અને ત્યારબાદ અર્જુનને જે પથ્થરને શિવ રૂપે સેવા કરી હતી તેને ગદાથી પ્રહાર કરે છે. પથ્થર વચ્ચેથી તૂટી જાય છે અને તેમાંથી શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હતાં તેવી લોકવાયકા છે.

પાંડવ કાલીન ભીમનાથ મહાદેવ મંદિરની પાંચ હજાર પાંચસો વર્ષ જૂની પૌરાણિક ગાથા

આજે પણ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓનો ધસારો

ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ગુજરાતમાંથી જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ આ પૌરાણિક મંદિર આવી દાદાના ચરણોમાં નમન કરે છે. આસ્થા સાથે શ્રદ્ધાળુઓ આવે છે તેમની માનતાઓ મનોકામના દાદા પુરી કરે છે.

આમ, આ મંદિરનું નામ ભીમ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલું હોવાથી મંદિરનું નામ ભીમનાથ મહાદેવ રાખવામાં આવ્યું છે. અહીં દર વર્ષે શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળે છે. તો શ્રાવણ માસની અમાસે મોટો લોકમેળો પણ ભરાય છે, અહીં તમામ દર્શનાર્થીઓ માટે નિશુલ્ક પ્રસાદી અપાય છે.

ABOUT THE AUTHOR

...view details