ગુજરાત

gujarat

ETV Bharat / state

જુહાપુરા શું ડ્રગ્સનું હબ છે ? ફરી એકવાર ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ કરી - Ahmedabad Drugs case

અમદવાદના જુહાપુરામાંથી ફરી એકવાર SOGએ એક યુવકને (Drugs case in Juhapura) ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. SOGએ આરોપીને ઝડપી (Ahmedabad Drugs case) પાડી તેની પાસેથી 2.26 લાખનું 22 ગ્રામ MD ડ્રગ્સ કબજે કર્યું છે. (Drugs case in Ahmedabad)

જુહાપુરા શું ડ્રગ્સનું હબ છે ? ફરી એકવાર ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ કરી
જુહાપુરા શું ડ્રગ્સનું હબ છે ? ફરી એકવાર ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ કરી

By

Published : Dec 26, 2022, 8:33 PM IST

જુહાપુરામાંથી ફરી એકવાર MD ડ્રગ્સ ઝડપાયું, યુવકની SOGએ કરી ધરપકડ

અમદાવાદ : એક તરફ 31st ડિસેમ્બર નજીક આવી રહી છે અને તેવામાં અમદાવાદ શહેરમાં ડ્રગ્સની (Drugs case in Juhapura) હેરાફેરી અને તેનું વેચાણ વધી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. જોકે, સવારથી સાંજ સુધીમાં રાજ્યમાં નશા પદાર્થોને લઈને અવનવા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના જુહાપુરામાંથી ફરી એકવાર SOG ક્રાઇમે ડ્રગ્સ લે વેચ કરતા યુવકની ધરપકડ કરી છે. SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન બાતમીના આધારે વેજલપુર વિસ્તારમાંથી ફિરોઝ પઠાણ નામના યુવકને ઝડપી તપાસ કરતા તેની પાસેથી MD ડ્રગ્સ મળી આવ્યું હતું. (Ahmedabad Crime News)

આ પણ વાંચોડ્રગ્સના ખદબદતા કાળા કારોબારમાં 5 મહિનામાં 8 મહિલાઓ સામે કાર્યવાહી

2.26 લાખનું 22 ગ્રામ કાળો પાવડર વેજલપુરમાં જુહાપુરામાંથી આરોપીને ઝડપી પાડી તેની પાસેથી 2.26 લાખનું 22 ગ્રામ MD ડ્રગ્સ કબજે કરાયું. આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, તે સાત વર્ષ પહેલા ડ્રગ્સનું વેચાણ કરતો પણ છેલ્લા બે વર્ષથી તેણે આ ધંધો બંધ કર્યો હતો. જોકે છેલ્લા છ માસથી તેણે ફરી એક વાર ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતું. આરોપી પોતે ડ્રગ્સનો બંધાણી હોય અને પોતે ડ્રગ્સ નાની નાની માત્રામાં લાવી તેનું વેચાણ કરી પોતાના ખર્ચના પૈસા કાઢી લેતો હતો. (Youth arrested with drugs in Juhapura)

આ પણ વાંચોટીબીની સારવાર માટે મહિલાએ ડ્રગ્સ વેચવાનું ચાલુ કર્યું, પછી થયુ કઈક આવુ...

SOGએ 8 અલગ અલગ ટીમો કામે હાલ આ મામલે SOGએ આરોપીને ડ્રગ્સ આપનારને પકડવા માટે ટીમો કામે લગાડી છે. એક તરફ 31st ડિસેમ્બર નજીક છે તેવામાં 31stની પાર્ટીમાં ડ્રગ્સ જેવા દુષણો ન પ્રવેશે તેના માટે SOGએ 8 અલગ અલગ ટીમો કામે લગાડી નશાના સૌંદગરોને ઝડપી પાડવા કવાયત તેજ કરી છે. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા સમય પહેલા જુહાપુરા વિસ્તારમાંથી પોલીસે મહિલા ડ્રગ્સ પેડલરની (woman drugs selling caught in Ahmedabad) ધરપકડ કરી હતી. આ ઉપરાંત જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો પોલીસે ફેજ ડ્રગ્સના કાળા કારોબારમાં છેલ્લા પાંચ મહિનામાં 8 મહિલાઓ (Drugs case in Ahmedabad) ઝડપી પાડી હતી. ત્યારે હવે આ નશાનો શહેરમાંથી અંત ક્યારે આવશે તેવું રહ્યું. (Ahmedabad Drugs case)

ABOUT THE AUTHOR

...view details