અમદાવાદઃ 27 માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ, રંગભૂમિની શરૂઆત વિશ્વમાં ઘણા વર્ષો પહેલા થઈ હતી. સૌપ્રથમ ગ્રીસના એથેન્સ શહેરથી આની શરૂઆત થઇ હતી તેમ માનવામાં આવે છે. ભારતમાં પણ પ્રખ્યાત ભરતમુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી હતી.
વિશ્વ રંગભૂમિ દિવસે કલાકાર રાજૂ બારોટ સાથે ETV ભારતની ખાસ વાતચીત - વિશ્વ રંગભૂમિ દિવસ
27 માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ. આ દિવસ વિશ્વના થિયેટર આર્ટિસ્ટોને સમર્પિત છે. ત્યારે ગુજરાતના પ્રખ્યાત રંગભૂમિ આર્ટિસ્ટ રાજૂ બારોટે ETV ભારત સાથે વાતચીત કરી હતી.

વિશ્વ રંગભૂમિ દિવસે ETV ભારત સાથે રાજુ બારોટની ખાસ વાતચીત
જેમાં રંગભૂમિના વિવિધ આયામોની ચર્ચા કરવામાં આવી છે. ભારત તથા ગુજરાતમાં પ્રાચીન સમયથી ભવાઈ, નાટકો વગેરેએ સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે. તો રાજાઓએ પણ આ કલાને સંરક્ષણ અને પ્રોત્સાહન આપ્યું હતું. ભારતના ફિલ્મ ક્ષેત્રના ઘણા કલાકારો સૌપ્રથમ રંગભૂમિમાંથી શિખીને જ ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યું હતું.
વિશ્વ રંગભૂમિ દિવસે કલાકાર રાજૂ બારોટ સાથે ETV ભારતની ખાસ વાતચીત