ગુજરાત

gujarat

ETV Bharat / state

તેજસ એક્સપ્રેસમાં ખાખરા, ઢોકળાં, અને ગુજરાતી થાળી ઉપલબ્ધ થશે - તેજસ ટ્રેન

દેશની બીજી અને ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ આજથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થઈ રહી છે. તેજસ ટ્રેનમાં પ્રવાસીઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ ટ્રેનમાં ગુજરાતી પ્રવાસીઓ વધુ રહેવાના કારણે ટ્રેનના ફૂડ મેનુમાં ગુજરાતી ઢોકળાં, પાતરાં સહિતની વાનગીઓને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. તેજસમાં પ્રવાસીઓને કેવું ફૂડ મળશે તે અંગે ટ્રેનના મુખ્ય રસોઇયા-શેફ અજય સુદે ETV ભારતના સંવાદદાતા સાથે વિગતો શેર કરી હતી.

તેજસ એક્સપ્રેસમાં ખાખરા, ઢોકળાં, અને ગુજરાતી થાળી ઉપલબ્ધ થશે
તેજસ એક્સપ્રેસમાં ખાખરા, ઢોકળાં, અને ગુજરાતી થાળી ઉપલબ્ધ થશે

By

Published : Jan 17, 2020, 3:03 PM IST

અમદાવાદઃ આજે અમદાવાદ અને મુંબઈ વચ્ચે પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસની શરૂઆત થઇ છે ત્યારે મુસાફરોને ગુજરાતી નાસ્તો અને જમવાનું મળી રહે તે માટે તેજસ એક્સપ્રેસમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશેષપણે ગુજરાતી વાનગીઓમાં તેજસમાં શું પીરસવામાં આવશે તે મુદ્દે ETV ભારત સાથે તેજસ એક્સપ્રેસના શેફ અજય સુદે ખાસ વાતચીત કરી હતી.

તેજસ એક્સપ્રેસમાં ખાખરા, ઢોકળાં, અને ગુજરાતી થાળી ઉપલબ્ધ થશે
ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા તેજસ એક્સપ્રેસના મુખ્ય શેફે જણાવ્યું હતું કે તેજસ એક્સપ્રેસમાં ભોજનની જે સુવિધાઓ આપવામાં આવી છે તેમાં ગુજરાતીઓના ટેસ્ટને ખાસ ધ્યાને લેવામાં આવશે. અમદાવાદથી મુંબઈ તરફ જનારી તેજસ એક્સપ્રેસમાં ગુજરાતી પ્રવાસીઓ વધુ હોવાના કારણે ખાસ ગુજરાતીઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં જ્યારે મુસાફરી શરૂ થાય ત્યારે નાસ્તામાં ખાખરા, ઢોકળા, ગાંઠિયા જેવા વ્યંજનો પીરસવામાં આવશે. ત્યારબાદ બપોરે જમવાના સમયે તેઓને ગુજરાતી થાળી પીરસાશે જેનું મેનુ ગુજરાતીઓની પસંદગીની વાનગીઓને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવ્યું છે.તેજસ એક્સપ્રેસમાં ગુજરાતીઓ મુસાફરોને ધ્યાનમાં લઈને તેજસ એક્સપ્રેસના કેટરિંગ સ્ટાફ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતીઓ સ્વાદરસીયા માનવામાં આવતાં હોવાનું નિવેદન પણ તેજસ એક્સપ્રેસના મુખ્ય શેફ અજય સુદે કર્યું હતું ત્યારે આ સ્વાદપટુતાને કારણે જ ખાસ મેનુ તૈયાર કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details