- અપંગ માનવ મંડળ ખાતે માતાજીની વિશિષ્ટ આરાધના
- નવરાત્રીના પર્વમાં માતાજીની આરતી અને પૂજાનું આયોજન
- બાળકો દ્વારા કરવામાં આવે છે માતાજીની પૂજા અર્ચના
અમદાવાદના વસ્ત્રાપુર અપંગ માનવ મંડળના બાળકો કરી રહ્યા છે માતાજીની પૂજા અર્ચના - Navratri festival
રાજ્યમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. નવરાત્રીમાં ગરબાની મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ માતાજીની આરતી અને પૂજાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઈ અપંગ માનવ મંડળ દ્વારા વિશેષ આરતી અને પૂજા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. જેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ગુજરાતમાં હાલ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. જેને લઇ રાજ્ય સરકારે ગરબાનું આયોજન મોકૂફ રાખ્યું છે. પરંતુ માતાજીની આરાધના કરવા માટે છૂટછાટ આપવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખી અપંગ માનવ મંડળના બાળકો માતાજીની આરાધનાથી વંચિત ન રહે તેવા હેતુસર અપંગ માનવ મંડળ ખાતે માતાજીની વિશિષ્ટ આરાધના કરવામાં આવી રહી છે.