અમદાવાદ:અમદાવાદના ઓગણેજ ખાતે પ્રમુખસ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ પૂર્ણ થાય ત્યારે તરત જ એજ દિવસે જૈન સમાજ દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવ શરૂ થશે. સાથે જ તેમાં જ મેટ્રિક નાપાસ સાધુએ લખેલી 400મી પુસ્તક સ્પર્શનું લોકાર્પણ સમારંભ પણ કરવામાં આવશે. જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 લાખ સ્ક્વેર ફૂટમાં સ્પર્શ નગરી તૈયાર કરવામાં આવી છે.
વિવિધ વિષયો પર 399 પુસ્તકો લખ્યા:કલ્પેશ શાહે જણાવ્યું હતું કે, વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજે માત્ર ધર્મ જ નહીં, પરંતુ સમાજ, કુટુંબ, રાષ્ટ્ર, આર્થિક બાબતો, મનોવિજ્ઞાન, આરોગ્ય સહિતના વિવિધ વિષયો પર 399 પુસ્તકો લખ્યા છે. તેમણે જે વિવિધ વિષયો પર લખ્યું છે. તે વિશ્વના કોઈપણ લેખક દ્વારા લખવામાં આવેલ પુસ્તક કરતાં અજોડ છે.જે આપણા બધા માટે ગર્વની વાત છે. તેમના 400માં પુસ્તકનું વિમોચનએ એક મોટો પ્રસંગ છે. તે અનુસાર જ તેની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્પર્શ મહોત્સવ એ 4થી સદીની પૂર્ણાહુતિ, એટલે કે 400માં પુસ્તકનું વિમોચન કરવા માટે યોગ્ય પ્રસંગ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રવેશતા જ રાજાશાહી પ્રવેશદ્વાર:આ સ્પર્શ મહોત્સવ 90 એકર જમીન ફેલાયેલા આ મહોત્સવ ઉજવવામાં આવશે. જીએમડીસી ગ્રાઉન્ડમાં પ્રવેશતા એટલે કે મુખ્ય દ્વાર 1500 ફૂટ લાંબો અને 70 ફૂટ ઊંચો રાજાશાહી પ્રવેશદ્વાર તૈયાર કરવામાં આવ્યો છે. જે બંગાળના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.આ ઉપરાંત અરિહંત પ્રભુના અકલ્પનીય ઈશ્વરની આંશિક અનુભૂતિ કરનારો અષ્ટ પ્રતિહાર્ય યુક્ત 100 ફૂટ ઊંચું સમવસરણ મહોત્સવ જે સૌને આકર્ષિત કરે તેવું બનાવવામાં આવ્યું છે. ગુરુદેવના વિચારોનું અનુકૂળ બ્રહ્માંડ જેમાં મોરલ એજ્યુકેશન હેલ્થ સ્પીચ જેવી માહિતી આપે તે માટે રત્ન સફારી પણ તૈયાર કરવામાં આવી છે.
જીવનમાં ઉપયોગી આવે તેવી વેબ સિરીઝ:આ નગરની અંદર રત્ન પુનિવર્ષ,રત્ન વાટિકા, રત્ન ટ્રાન્સફોર્મેશન, સાધુ સાધવી કુટીર અને ભોજન મંડપ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં રત્ન વાટીકામાં 1500થી વધુ શ્રમણ અને શ્રમણી ભગવંત જ્યારે પૌરાણિક કથાનું પ્રતિક સ્વરૂપે આવી કુટીરમાં બિરજવામાં આવશે. રત્ન ટ્રાન્સફોર્મેશનની અંદર સત્ય ઘટનાઓ આધારિત રચવામાં આવી છે જે જીવનમાં લોકોને ઉપયોગી થઇ શકે છે.