જૈનાચાર્ય દ્વારા લખવામાં આવેલ 399 પુસ્તકોની નીકળી શોભાયાત્રા અમદાવાદ: સોલંકીના શાસનમાં ગુજરાતના પ્રખંડ કહી શકાય તેવા હેમચંદ્રાચાર્ય લખેલ સિદ્ધહેમ શબ્દાનુશાસન પુસ્તક હાથીની અંબાડી ઉપર સમગ્ર શહેરમાં ફેરવવામાં આવ્યું હતું. કદાચ આવા પ્રસંગ ભાગ્યે જ દેશમાં જોવા મળતા હશે. પરંતુ અમદાવાદમાં જૈનચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ દ્વારા લખવામાં આવેલ 399 પુસ્તકોનું પ્રકાશન સ્થળથી GMDC ગ્રાઉન્ડ સુધી એક શોભાયાત્રા દ્વારા લાવવામાં આવ્યા હતા. જેમાં હાથીની અંબાડી સહિત અલગ અલગ 300થી વધુ ટેબ્લો જોવા મળી આવ્યા હતા.
14 કિલોમીટર જેટલા લાંબા રોડ પર અલગ અલગ ટેબ્લોમાં શોભાયાત્રા સૌ પ્રથમ વખત ઉત્સવ થયો:રાકેશ શાહે ETV Bharat સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ જ્ઞાનના ઉત્સવની એક ઝબરજસ્ત નવી જ આખી પરંપરાઓ જે ચાલતી હતી. તે પરંપરાની સાથે આપણી સંસ્કૃતિ, શિષ્ટાચાર, સદાચાર અને સંસ્કાર ઉજાગર કરવાની પદ્ધતિ સ્વરૂપે જ્ઞાનનો ઉત્સવ કદાચ સૌ પ્રથમ વખત થતો હોય અથવા તો કોઈક વાર થતો હોય છે. એમાં 399 જૈનાચાર્ય દ્વારા રચના કરવામાં આવી છે તે 399 ગ્રંથ સ્વરૂપે છે. જ્યાંથી આ પુસ્તકોનું પ્રકાશન થઈ રહ્યું છે ત્યાંથી શરૂ કરીને GMDC ગ્રાઉન્ડ સ્પર્શ મહોત્સવ સુધીનો એક યાત્રાનો આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોSparsh Mahotsav Ahmedabad: જાણો રત્નવાટિકામાં બાળકો માટે શું છે ખાસ...
અલગ અલગ ટેબ્લો: આ યાત્રામાં શાહીઢબે 300થી પણ વધુ ટેબ્લો જોવા મળી આવ્યા હતા. જેમાં હાથીની અંબાડી ઉપર પણ પુસ્તક મૂકવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના અનેક રસ્તા ઉપરથી પસાર થઈ હતી. જેમાં સૌથી આગળ પ્રભુવીરના શાસનના સૈનિક સ્વરૂપે યુવાનો હતા. જેમાં કેટલીય રચનાઓ વિવિધ પ્રકારના ટેબ્લેટ જોવા મળ્યા હતાં. જેમાં સરસ્વતી કૃપા વરસાવતા હોય તેવા તેવી જ રીતે પરમાત્માની પ્રતિકૃતિઓ અને અનેક બહેનો, યુવકનો અલગ અલગ ડ્રેસ કોડમાં તેમજ અલગ અલગ વિભાગોમાં ટેબલોની સાથે રાજમાર્ગોની પર ફરતા ફરતા એ ગ્રંથોને વધામણા પૂર્વક આખા રાજમાર્ગમાં પસાર થઈને જીએમડીસી ગ્રાઉન્ડ સુધી પહોંચ્યા હતા.
આ પણ વાંચો26 January Chief Guests: આ વર્ષે ઇજિપ્તના રાષ્ટ્રપતિ બનશે ભારતના ચીફ ગેસ્ટ, જાણો કેવી રીતે વર્ષોથી પસંદ કરવામાં આવે છે મુખ્ય મહેમાનો
14 કિલોમીટરની યાત્રા:આ યાત્રામાં 50થી વધુ મહિલા મંડળો, અલગ અલગ પ્રકારના જૈન યુવાનો બેન્ડની સેવા આપી રહ્યા હતા. જ્યાંથી જૈન નાચાર્યના પુસ્તકનું પ્રકાશન થાય છે. ત્યાંથી નીકળીને 14 કિલોમીટર સુધીની આ યાત્રા યોજાઈ હતી. જે અમદાવાદ શહેરના નારણપુરા, વાડજ, ઉસ્માનપુરા, ભીમજીપુરા, સોલા, ગુરુકુળથી જીએમડીસી ગ્રાઉન્ડ સુધી પહોંચી હતી.