ગુજરાત

gujarat

ETV Bharat / state

પિતાના મૃત્યુના 20 વર્ષ બાદ પુત્રએ સરકારી નોકરી મેળવવા હાઈકોર્ટમાં દાખલ કરી રિટ

અમદાવાદ: પિતાના મૃત્યુના 20 વર્ષ બાદ તેમની જગ્યાએ નોકરીમાં નિમણૂંક આપવા મુદે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી મુદે શુક્રવારે જસ્ટીસ એન.વી.અંજારીયાએ રાજ્ય સરકારને આ મુદે 6 સપ્તાહમાં સુધીમાં નિર્ણય લેવાનો આદેશ કરી કેસ નિકાલ કર્યો હોવાની વિગતો સામે આવી છે.

પિતાના મૃત્યુના 20 વર્ષ બાદ પુત્રએ સરકારી નોકરી મેળવવા હાઈકોર્ટમાં દાખલ કરી રિટ, ETV BHARAT

By

Published : Aug 2, 2019, 9:45 PM IST

અરજદારના પિતાનું વર્ષ 1997માં મૃત્યુ થયુ હતુ. ત્યારે, અરજદાર માત્ર બે વર્ષનો હતો. તેની માતા અભણ હતાં અને અન્ય ભાઈ બહેન તેનાથી નાના હતા. પિતાના મૃત્યુ બાદ 2001ના ભૂકંપમાં માતાએ પણ જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદથી અરજદાર અને તેના ભાઇ બહેન અત્યંત દયનીય જીવન વિતાવી રહ્યા છે. હવે, જ્યારે તેઓ સમજણ આવી છે ત્યારે તેમણે પિતાની નોકરી આપવા અરજી કરી હતી. જેને મંજુર ન કરાતાં તેમણે HCમાં અરજી કરીને નિમણૂંક આપવા દાદ માગી હતી.

અરજદારે આ મુદે પંચાયતથી કલેક્ટર સુધીને રજુઆત કરી હોવા છતાં વળતર કે નોકરી ન મળતાં આખરે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. હાઈકોર્ટ આ કેસને અસામાન્ય ઘટના ક્રમને ધ્યાનમાં લઈ અરજદારની અરજી પર કાયદાની પ્રક્રિયા મુજબ નિર્ણય લેવા સરકારને હુકમ કર્યો છે. અરજદારના પિતા કચ્છના મોટીવામોટી ગામમાં તલાટી કમ મંત્રી તરીકે કામ કરતા હતા. અરજદારની ઉંમર તે વખતે બે વર્ષની હોવાથી કોઈ રજુઆત કરી ન હતી પરંતુ, 2015માં જ્યારે પુખ્ત થયો ત્યારે તેણે પિતાના મૃત્યુ સમયે મળતા વળતર અને નોકરી માટે અરજી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details