અમદાવાદ :પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝન પર મુસાફરોની સુવિધામાં વધુ સુધારો કરવાના ઉદ્દેશ સાથે સાબરમતી રેલવે સ્ટેશન (ધરમનગર બાજુ) પર મોડિફિકેશનના કામ માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે અને સાબરમતી રેલવે સ્ટેશન (ધર્મનગર બાજુ) સુધી જશે નહીં. જે મુસાફરોનું બોર્ડિંગ સ્ટેશન સાબરમતી છે, તેઓ અમદાવાદ રેલવે સ્ટેશન (કાલુપુર) પરથી ટ્રેનમાં બેસી શકે છે.
Ahmedabad Train Update : જોજો આ ટ્રેનોના રુટ ફેરફાર થયો છે, મુસાફરી પહેલાં જાણવું જરૂરી છે... - યોગ એક્સપ્રેસ
અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર જરૂરી રીપેરીંગ કામ ચાલતું હોવાથી બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો રુટમાં ફેરફાર કરી ડાયવર્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદના મુસાફરો આ માહિતી નોંધી લે...
Ahmedabad Train Update
Published : Jan 11, 2024, 1:55 PM IST
ડાયવર્ટ કરાયેલી ટ્રેનોની વિગત :
- અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 12957 અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ 12 જાન્યુઆરી 2024 સુધી સાબરમતી રેલવે સ્ટેશન પર રોકાશે નહી.
- અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 12915 અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ 12 જાન્યુઆરી 2024 સુધી સાબરમતી રેલવે સ્ટેશન પર રોકાશે નહી.
- અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19407 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ 11 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશન પર રોકાશે નહી.
- દાદરથી ઉપડતી ટ્રેન નંબર 14708 દાદર-બિકાનેર એક્સપ્રેસ 10 અને 11 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશન પર રોકાશે નહી.
- બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 14702 બાંદ્રા ટર્મિનસ-શ્રી ગંગાનગર અરાવલી એક્સપ્રેસ 10 અને 11 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશન પર રોકાશે નહી.
- અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ 11 અને 12 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશન પર રોકાશે નહી.
- અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19223 અમદાવાદ-જમ્મુ તાવી એક્સપ્રેસ 11 અને 12 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશન પર રોકાશે નહી.
- અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19409 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ 11 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશન પર રોકાશે નહી.
- બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 22949 બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 10 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશન પર રોકાશે નહી.
- બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 22931 બાંદ્રા ટર્મિનસ-જેસલમેર એક્સપ્રેસ 12 જાન્યુઆરી 2024 ના રોજ સાબરમતી રેલવે સ્ટેશન પર રોકાશે નહી.