- અમદાવાદ કોર્પોરેશનની હદમાં વધારો કરાયો
- નવા સમાવેશ થયેલા વિસ્તારમાં કાર્ય AUDA દ્વારા જ કરાય છે
- પ્લાન પાસ કરાવવા સહિતના કામગીરી હજૂ પણ AUDAથકી
અમદાવાદ : AMC(અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશન)ની હદમાં ભરેલા બોપલ ઘુમા નગરપાલિકા સહિતના વિસ્તારોના બાંધકામ માટેના નવા પ્લાન પાસ કરાવવાની સત્તા હજૂ પણ AUDA( અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) પાસે છે. મહત્વનું છે કે, AUDA દ્વારા 200 કરોડના કામો પણ હજૂ હાથ પર લેવામાં આવ્યા છે, આગામી હજૂ પણ એક વર્ષ શહેરી સત્તામાં આવતા થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
આ પણ વાંચો -હાઈકોર્ટે જાહેર જનતા માટેના પ્લોટને સસ્તા ભાવે ખાનગી સંસ્થાને ફાળવવા બાબતે ઔડાને ફટકારી નોટિસ
2007માં શહેરની હદમાં 7 નગરપાલિકાઓના વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો હતો
રાજ્ય સરકારે હજૂ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના સત્તા સોંપવા માટે પરિપત્ર જાહેર કર્યો નથી, તો નવા વિસ્તારો પ્રાથમિક સુવિધા અને અન્ય કામો પૂરા કરવા માટે કોર્પોરેશને આદેશ કરી દેવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે 2007માં શહેરની હદમાં 7 નગરપાલિકાઓના વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો હતો, ત્યારે તે સમયે પણ નવા બાંધકામ સહિતના પ્લાન પાસ કરવાની સત્તા તંત્રને સોંપવામાં આવી ન હતી.
આ પણ વાંચો -અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને AUDAએ બાંધકામ મામલે નોટિસ ફટકારી
તમામ વિસ્તારોમાં હાલ AUDA દ્વારા જ કામગીરી કરવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સાથે થયેલી વાતચીત દરમિયાન તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે, કેટલાક વહીવટી કામ હજૂ પણ બાકી હોવાના કારણે જે તે વિસ્તાર નવા શહેર કહેવામાં આવ્યા છે તે તમામ વિસ્તારોમાં હાલ AUDA દ્વારા જ કામગીરી કરવામાં આવે છે, પરંતુ વહીવટી કાર્ય પૂર્ણ થઇ અને તમામ સત્તા શહેરી વિસ્તારના કોર્પોરેશન મળે તે માટે હજૂ પણ એક વર્ષ જેટલો સમય લાગી શકે તેમ છે.