ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં સોલર કંપની એમપ્લસે ઘરેલું બ્રાન્ડ હોમસ્કેપ લોન્ય કર્યુ - latest news of HomeScape solar plant

અમદાવાદઃ નવરાત્રીના ઉપલક્ષ્યમાં ગુજરાતના ઘર ધારકો માટે 25 વર્ષની વોરંટી સાથે સોલર કંપની એમપ્લસે ઘરેલું બ્રાન્ડ હોમસ્કેપ લોન્ય કર્યુ છે. જેની માટે એમપ્લસે ગુજરાતની APC કંપની સોલર ગ્રીન એનર્જી સાથે ભાગીદારી કરી છે.

અમદાવાદમાં સોલર કંપની એમપ્લસે ઘરેલું બ્રાન્ડ હોમસ્કેપ લોન્ય કર્યુ

By

Published : Oct 4, 2019, 2:47 PM IST

શહેરમાં હાલ નવરાત્રીની રમઝટ જોવા મળી રહી છે. ત્યારે એમપ્લસ કંપનીએ ગુજરાતની APC કંપની સોલર એનર્જી સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી ગુજરાતના લોકોને સોલર ઊર્જાના ઉપયોગ તરફ વાળવાના પ્રયાસ હેઠળ કરાઈ છે. ગુજરાતના ઘર ધારકો માટે 25 વર્ષની વોરંટી સાથે એમપ્લસે તેનું ઘરેલું બ્રાન્ડ હોમસ્કેપ લોન્ય કર્યુ છે. જેથી લોકો સોલર ઊર્જા અંગે જાગ્રતિ વધશે અને વીજળીનો બચાવ થઈ શકે. આમ, વીજળી બચાવવાની ઝુંબેશ હેઠળ એક શરૂઆત કરવામાં આવી છે.

એમપ્લસ સોલારે ઉચ્ચ ગુણવત્તાવાળા હોમસ્કેપ સોલર લૉન્ચ કર્યા છે. દેશભરના 24 રાજ્યોમાં આશરે 300થી વધુ સ્થળો પર સોલાર પ્લાન્ટને ઇન્સ્ટોલ કર્યા છે. આ સોલર હોમસ્કેપ ઘર ધારકોને તેમની ઊર્જા જરૂરિયાત પૂરી પાડવાની સાથે ઘરને સુંદર બનાવવામાં સહાયતા કરે છે.

અમદાવાદમાં સોલર કંપની એમપ્લસે ઘરેલું બ્રાન્ડ હોમસ્કેપ લોન્ય કર્યુ

કંપનીનું ખાસ ઉત્પાદન એટ્રીયમ જે એક પેગોલા આકારનું બનાવવામાં આવ્યું છે. જેથી લોકો હોમસ્કેપને સરળતાથી પોતાના ઘરવામાં સેટ કરી શકે છે. ખાસ કરીને ફાર્મહાઉસ વિલા અને બંગલા જેવા ઘરો માટે આ હોમસ્કેપ ખૂબ ઉપયોગી સાબિત થયા છે.

સંજીવ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે," અમારું માનવું છે કે, ભારતના ઘર ધારકોએ સોલર ક્રાંતિમાં ભાગીદાર બનવું જોઈએ. છેલ્લા આઠ વર્ષોમાં ભારતના ગ્રાહકો સૌર ઊર્જાને ઉપયોગમાં લાવવા માટે અનુકૂળ છે. તાજેતરમાં ઘર માલિકોએ સૌર ઊર્જા ઉત્પન્ન કરતાં સોલર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી રહ્યા છે. તેઓ સાંજે આ સૌરઊર્જાનો ઉપયોગ કરે છે. જેથી વીજળીના બીલમાં ઘટાડો થાય છે અને પૈસાની બચત પણ થાય છે."

આમ, વધારા પડતાં વીજ ઉપયોગને અટકાવવા માટે ગુજરાત સોલર એનર્જી કંપની દ્વારા ઘરેલું બ્રાન્ડ હોમસ્કેપ લોન્ય કરવાનો નિર્ણય લેવાયો છે. જે ગ્રાહકોના વીજ બિલમાં ઘટાડો કરવામાં મદદરૂપ બનશે.

ABOUT THE AUTHOR

...view details