ગુજરાત

gujarat

ETV Bharat / state

સોલા સિવિલ હોસ્પિટલ એક વર્ષમાં પહેલી વાર થઈ બંધ, તમામ બેડ ફૂલ - Sola civil hospital

કોરોનાકાળમાં 17 હજારથી વધુ દર્દીઓને સાજા કરનારી સોલા સિવિલ હોસ્પિટલ કોરોનાની બીજી લહેરમાં એક વર્ષમાં પ્રથમ વખત બંધ રાખવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર મેળવી રહેલા 256થી વધુ દર્દીઓ પૈકી 50 દર્દીઓ ICUમાં હોવાનું જાણવા મળ્યું છે.

સોલા સિવિલ હોસ્પિટલ એક વર્ષમાં પહેલી વાર થઈ બંધ, તમામ બેડ ફૂલ
સોલા સિવિલ હોસ્પિટલ એક વર્ષમાં પહેલી વાર થઈ બંધ, તમામ બેડ ફૂલ

By

Published : May 2, 2021, 10:10 PM IST

  • અમદાવાદ સોલા સિવિલમાં 256 દર્દીઓને કોવિડની સારવાર હેઠળ
  • કોરોનાના ગંભીર દર્દીના કિસ્સામાં સારવાર માટે ટ્રાએજ એરિયા કાર્યરત
  • સોલા સિવિલમાં વર્ષમાં કોવિડના 17 હજારથી વધુ દર્દીઓની સારવાર કરાઈ


અમદાવાદ: રાજ્યભરમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસને લઈને છેલ્લા એક વર્ષમાં પ્રથમ વખત સોલા સિવિલ હોસ્પિટલ બંધ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. હોસ્પિટલ સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે, હોસ્પિટલમાં તમામ બેડ ભરાઈ ગયા હોવાથી ગંભીર દર્દીઓને ટ્રાએજ એરિયામાં સારવાર આપવામાં આવી રહી છે.

OPD ખાતે શરૂ કરવામાં આવ્યો ટ્રાએજ એરિયા

સોલા સિવિલ હોસ્પિટલમાં 256થી વધુ દર્દીઓને કોવિડની સારવાર આપવામાં આવી રહી છે. તેમાંથી ICU બેડમાં 50 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે ઓક્સિજનની જરુરિયાતવાળા 200 દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે. સોલા સિવિલના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક વર્ષમાં 17 હજારથી પણ વધુ કોરોના દર્દીઓએ સફળતાપૂર્વક કોરોનાને માત આપી છે. ત્યારે 40 હજારથી વધુ કોરોના દર્દીઓને તપાસવામાં આવ્યા છે. હોસ્પિટલના RMO દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે કોરોનાને લગતા જે ગંભીર કિસ્સાઓ છે, તેવા તમામ દર્દીઓને OPD ખાતે જ ટ્રાએજ એરિયા ઉભો કરીને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
40,379થી વધુ દર્દીઓ OPDમાં તપાસવામાં આવ્યા

ડૉ. પ્રકાશ મહેતાએ કહ્યું કે, સોલા સિવિલમાં છેલ્લા એક વર્ષમાં 17,925થી વધુ કોવિડ દર્દીઓની સારવાર સફળતાપૂર્વક હાથ ધરાઈ છે. જ્યારે 40,379થી વધુ કોવિડ દર્દીઓને OPDમાં તપાસવામાં આવ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલના RMO ડૉ.પ્રદિપ પટેલે જણાવ્યું છે કે, કોરોનાને લગતા ગંભીર કેસમાં પણ અત્યારે કોરોના OPD ખાતે ટ્રાએજ એરિયા ઉભો કરીને દર્દીઓને જરુરી સારવાર પુરી પાડવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details