SOGએ ગીતામંદિર પાસેથી 2 કરોડથી વધુની કિંમતના 2 કિલો MD સાથે યુવકને ઝડપી લીધો અમદાવાદ:અમદાવાદમાં આવેલા ગીતા મંદિર નજીકથી 2 કિલો અંદાજે 2 કરોડની કિંમતના MD ડ્રગ્સ સાથે એક ઉત્તર પ્રદેશના આરોપીને SOG ક્રાઇમે ઝડપી પાડ્યો છે. નારોલમાં એસઓજીની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે એક શખ્સ ગીતામંદિર એસ.ટી.સ્ટેન્ડ ખાતે એમ.ડી ડ્રગ્સનો જથ્થો લઇને આવવાનો છે. પોલીસે એસ.ટી.સ્ટેન્ડના એક્ઝીટ ગેટ પાસેથી મહેશ કુમાર રામ સહાય નિષાદ નામના યુવકને ઝડપી પાડ્યો હતો.
2 કરોડ 45 હજારનો મુદ્દામાલ કબ્જે: આરોપી ઉત્તરપ્રદેશના શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો આવ્યો હોવાનું સામે આવ્યુ છે. ગીતામંદિર એસ.ટી.સ્ટેન્ડના ગેટ પાસેથી એસઓજીની ટીમે બાતમીના આધારે તપાસ કરી હતી. જેમાં મહેશકુમાર રામ સહાય નિષાદ નામના યુવકનેને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપીને કુલ 2 કરોડ 45 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા આરોપી મજૂરી કામ કરતો હતો અને ઉત્તરપ્રદેશનો હોવાનું સામે આવ્યુ છે.
ડ્રગ્સનો ધંધો:જો કે આરોપી એમડી ડ્રગ્સમાં કમિશન પર પેડલર તરીકે કામ કરતો હતો. જેમાં ઉત્તરપ્રદેશના સદ્દામ ઉર્ફે રહીશ જે ડ્રગ્સનો ધંધો કરે છે. તેની પાસેથી આરોપી ડ્રગ્સનો જથ્થો લાવીને અમદાવાદના તેના કહેવા પર જે તે શખ્સને આપવાનો હતો. જો કે આરોપી ડ્રગ્સ પહોચાડવા માટે મોટી રકમ કમિશન પેટે લેતો હતો. આ મામલે એસઓજીએ આરોપીને ઝડપી ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ડ્રગ્સ મળવાનો સિલસિલો:ગુજરાતમાં સતત ડ્રગ્સ મળી રહ્યું છે. આ પહેલા ઝોન-2 DCP એલસીબીએ બાતમીના આધારે ત્રણ દરવાજા પાસેથી બે શખ્સોને એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. આ બંને આરોપીઓ વાહનની ડેકીમાં આ ડ્રગ્સનો જથ્થો લઇ જતા હોવાનું સામે આવતા પોલીસે બંને આરોપીની 6.600 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત 1.27 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
- Ahmedabad News: કારંજમાંથી ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા, ડ્રગ્સના કેસમાં પહેલીવાર આરોપીઓ પાસે વજન કાંટો પણ મળ્યો
- Kutch News : સતત બીજા દિવસે જખૌ દરિયાકાંઠે ઝડપાયો કેફી દ્રવ્યોનો જથ્થો, બીએસએફનું સર્ચ ઓપરેશન સફળ